કાર્ડ ફસાય જતા કાઢી આપવાનું કહી સ્વેપ મારી રૂપીયા ધોરાજીથી ઉપાડી લીધા
જેતપુરના એસબીઆઈ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા યુવાનના એટીએમ કાર્ડની એક ગઠીયાએ કાર્ડને સ્વેપ મારી તેની કોપી કરી લઈ ધોરાજીના એટીએમમાંથી પચાસ હજાર રૂપીયા ઉપાડી લીધાની ફરિયાદ નોંધાઈ છે
જેતપુરમાં રહેતા ભગવાનદાસ કનૈયાલાલ હરસુરીયા નામના વેપારી પોતાની પેઢી માટે રૂપીયાની જરૂર હોય તેમનો પુત્ર એસબીઆઈ બેંકનાં એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયો હતો ત્યારે તેનું એટીએમ કાર્ડ મશીનમાં ફસાઈજતા ત્યાં બાજુમાં ઉભેલા એક શખ્સે કાર્ડ મશીનમાંથી કાઢી આપી બાદ કમલેશના મોબાઈલ પર ક્રમશ: પૈસા ઉપાડવાના મેસેજ આવવા લાગતા તે તરત જ એચએફસીડી બ્રાંચે જઈ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ કઢાવતાં ધોરાજીના એટીએમમાંથી કોઈએ ૫૦ હજાર રૂપીયા ઉપાડી લીધાનું તરત જ એટીએમ લોક કરાવી ૫૦ હજાર રૂપીયા કોઈ ભેજાબાજે એટીએમ કાર્ડ સ્વેપ કરી તેની કોપી કરી ઉપાડી લીધાની સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા સિટી પીઆઈ વી.કે. પટેલ દ્વારા બેંકમાંથી એટીએમના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી.