પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા પછી તરત જ મમતા બેનર્જીએ રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો જાહેર કર્યા છે. કોરોના ચેપને રોકવા માટે,રાજ્યમાં લોકલ ટ્રેનોની અવરજવર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, દુકાનો પણ થોડા કલાકો માટે જ ખુલશે.

પ્રતિબંધોની ઘોષણા કરતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ‘Covid-19ની પરિસ્થિતિ જોતાં અમારે કેટલાક પગલા ભરવા પડશે. જેમકે માસ્ક ફરજિયાત, રાજ્ય સરકારની કચેરીઓમાં ફક્ત 50% કર્મચારીઓ હાજર કાર્ય કરશે. ખાનગી ક્ષેત્રને ઘરેથી કામ કરવાનું રહશે. શોપિંગ મોલ, જિમ, સિનેમા હોલ, બ્યુટી પાર્લર બંધ રહેશે. સામાજિક અને રાજકીય બાબતે લોકોના એકત્રીકરણ પર પણ પ્રતિબંધ રહશે.’

મમતાએ કહ્યું કે, ‘જવેલરીની દુકાનો બપોરે 12 થી 3 વાગ્યા સુધી ખુલી રહશે. બેંકો સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી ખુલશે. અન્ય જરૂરી વસ્તુની દુકાનો અને બજારો, સવારે 7 થી 10 સુધી અને ત્યારબાદ સાંજે 5 થી 7 સુધી ખુલશે.’

6 મેથી લોકલ ટ્રેનોની અવરજવર બંધ રહેશે. મેટ્રોની ક્ષમતા 50% રહશે. 7 મેથી રાજ્યના હવાઇમથક પર આવનારા મુસાફરોને 72 કલાકની અંદર આરટીપીઆર રિપોર્ટ લાવવો ફરજિયાત રહેશે. જે લોકોનો રિપોર્ટ પોઝીટીવ છે, તેઓને 14 દિવસ માટે અલગ રાખવામાં આવશે. બસ સ્ટેન્ડ પર રેન્ડમ પરીક્ષણ કરવામાં આવશે, અને 72 કલાકની અંદર આરટી-પીસીઆર રિપોર્ટ મુસાફરો માટે ફરજિયાત રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.