ભારતીય ગુરૂ પાસેથી સારવાર લેવાનો પ્રિન્સ એન્ડ્રુનો રૂ.32 લાખનો ખર્ચ ચુકવવા કિંગ ચાર્લ્સનો નનૈયો
પ્રિન્સમાંથી રાજા બનતા જ ચાર્લ્સે ભાઈના ખર્ચા ઉપર કાપ મુક્યો છે.જેમાં ભારતીય ગુરૂ પાસેથી સારવાર લેવાનો પ્રિન્સ એન્ડ્રુનો રૂ. 32 લાખનો ખર્ચ ચુકવવા કિંગ ચાર્લ્સનો નનૈયો ભણી દેતા લોકો સ્તબ્ધ થઈ ગયા છે.
કિંગ ચાર્લ્સે પ્રિન્સ એન્ડ્ર્યુને 32000 પાઉન્ડ આપવાની ના પાડી દીધી છે. વાસ્તવમાં એન્ડ્રુ આ પેમેન્ટ એક ભારતીય ગુરુને આપે છે. પ્રિન્સ એન્ડ્ર્યુ છેલ્લા ઘણા સમયથી એક અનુભવી યોગી પાસેથી સારવાર લઈ રહ્યા છે. દર વર્ષે તે તેની ફી ભરવા માટે બિલ જમા કરાવતા હતા. જે તેની માતા મહારાણી એલિઝાબેથ દરેક વખતે પ્રશ્ન કર્યા વિના પસાર કરતી હતી.
પરંતુ આ વખતે તે બન્યું નહીં અને રાજા ચાર્લ્સે બિલ મૂકવાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો અને એન્ડ્ર્યુને પોતે જ પેમેન્ટ કરવા કહ્યું.આટલું જ નહીં, પ્રિન્સ એન્ડ્ર્યુને યોગીને રોયલ લોજમાં આમંત્રણ આપવા માટે કહેવામાં આવ્યું છે. જ્યાં તે લગભગ એક મહિના સુધી રહીને એન્ડ્ર્યુની સારવાર કરે છે.અનુભવી યોગી ગુરુઓ એન્ડ્રુની સારવાર માટે મંત્રોના જાપ, માલિશ અને પવિત્ર ઉપચારનો ઉપયોગ કરે છે. જે તેમના ખાનગી ઘરમાં કરવામાં આવે છે. તે જ સમયે, અન્ય એક અહેવાલમાં, દાવો કરાયો હતો કે, ’એવું કહેવાય છે કે એન્ડ્રુ જે સારવાર લઈ રહ્યો છે તે ખૂબ ખર્ચાળ છે.’ રાણી એલિઝાબેથે ખુશીથી તેના પુત્રની આ સારવારનો ખર્ચ કર્યો, જ્યારે કિંગ ચાર્લ્સ દ્વારા આવા ખર્ચ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
બ્રિટનમાં ઘણા પરિવારો આ દિવસોમાં સંઘર્ષ કરી રહ્યા છે અને એક ભારતીય ગુરુને લાખો રૂપિયા ચૂકવવા માંગે છે જે પવિત્ર સારવાર આપી રહ્યા છે અને તે પણ બિન-કાર્યકારી શાહી પરિવારના સભ્યને, આ વાત કિંગ્સ ચાર્લ્સને પચાવી અઘરી બની છે. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ’આ વખતે કિંગ ચાર્લ્સે એન્ડ્ર્યુના પ્રાઈવેટ હીલરનું બિલ જોયું અને વિચાર્યું કે તેનો ભાઈ મજાક કરી રહ્યો છે. અગાઉ આવા ખર્ચાઓ પર કોઈ સવાલ કર્યા વગર સહી કરવામાં આવતી હતી, પરંતુ હવે આવા ખર્ચાઓ ઉપર કાપ મૂકી દેવામાં આવ્યો છે.