સુરત: આજથી નવરાત્રીની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે અઠવાલાઈન્સ અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી.મંદિરમાં ભક્તો માટે તમામ વ્યવસ્થા ઉભી કરાઈ છે.વહેલી સવારથી માતાજીના દર્શન કરવા સુરતીઓ ઉમટી પડયા હતી.પ્રથમ દિવસે હજારો ભક્તો માતાજીના દર્શન કર્યા હતા
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજથી ગરબાની રમઝટ પણ જામશે ત્યારે વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સુરતમાં મંદિરોમાં નવરાત્રિને લઈને અનેક આયોજનો કરવામાં આવ્યા છે તેમજ મંદિરોને રોશનીથી શણગારી દેવામાં આવ્યા છે. નવરાત્રી દરમ્યાન પૂજા, હવન, મહા આરતી સહિતના અનેક આયોજનો કરવામાં આવ્યા છે. પીપલોદ સ્થિત અંબિકા નિકેતન મંદિરે વહેલી સવારે માં અંબા ના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. જય માતાજીના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા. બીજી તરફ ભક્તોને પણ દર્શન માટે કોઈ અગવડતા ન પડે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે
ત્યારે આ અંગે વાતચીત કરતા અંબિકા નિકેતન મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે વહેલી સવારથી ભાવિક ભક્તોનો ઘસારો શરુ થઇ ગયો છે. લગભગ 3 વાગ્યાથી ભક્તો લાઈનમાં બેસી ગયા હતા. અહી ભક્તો માટે પાણી, રેલીંગ સહિતની સુવિધા કરવામાં આવી છે. આ ઉપરાંત ગરમી ના લાગે તે માટે ની સુવિધા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈ પડી જાય કે ચક્કર આવે તો તે માટેની પણ સુવિધા રાખવામાં આવી છે.
ભાવેશ ઉપાધ્યાય