૨૨ તારીખ ના રોજ વિશ્વભર માં દિવાળી જેવો માહોલ હતો ત્યારે મંદિર માં માત્ર આમંત્રિત મહેમાનોને જ દર્શન નો લાભ લેવા માટે છૂટ આપવામાં આવી હતી . ૨૨ તારીખ ના રોજ થયેલા રામ મંદિર પ્રાણ્રતિષ્ઠા બાદ ભાવિક ભક્તો ની ભીડ ખૂબ વધારે પ્રમાણ માં થઇ હોવા થી દર્શન મોકૂફ રાખવા માં આવિયા. આજ રોજ ૨૩ ના રોજ વેહલી સવાર થી ભક્તો ની ભીડ વધારે હોવા થી વહીવટી તંત્ર અને સ્થાનિકો દ્વારા મંદિર ના દર્શન બંધ કરવા નો નિર્ણય કર્યો છે . દર્શન બંધ હોવા થી ભાવિકો માં નિરાશા નો માહોલ છવાયો છે . ૨૩ જાન્યુઆરી ના રોજ મંદિર જનતા માટે ખુલ્લું હોવાથી દર્શનની મંજૂરી નથી.
અયોધ્યામાં રામલાલાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયો છે. આ સાથે રામ ભક્તોની 500 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો છે. આ સમારોહમાં પીએમ મોદી, સીએમ યોગી નાથ અને દેશના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહાન સંતો તેમજ સાત હાજર જેટલા મહેમાનો ને સભા સંબોધી હતી. અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહને ચેન્નાઈથી લાવવામાં આવેલા સુગંધિત ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. રામલલા હવે આ ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે.
૨૨ તારીખે માત્ર આમંત્રિત મહેમાનો જેમ કે .. અંબાણી પરિવાર , અમિતાભ બચ્ચન પુત્ર અભિષેક બરચન સાથે , સાઉથ સુપરસ્ટાર ધનુષ , અભિનેત્રી આલિયા ભટ્ટ તેમના પતિ રણવીર કપૂર સાથે , કંગના રનૌત, અભિનેતા આયુષ્માન ખુરાના વગેરે ફિલ્મ જગત ના સુપર સ્ટારે હાજરી આપી હતી . અને ક્રિકેટ જગત ના સચિન તેંડુલકર પણ હાજરી આપી હતી.