ઓનલાઈન એજ્યુકેશન, ઓફલાઈન એજ્યુ.નો ભાગ બની શકે પરંતુ પુરક નહિ: મેહુલ પરડવા (ભુષણ સ્કૂલ)
આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ લેવાવાની છે. ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના તથા પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો, આજથી શાળાકાર્ય શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ દિવસે રાજકોટની શાળાઓમાં નિયમોના પાલન સાથે ફરીથી વિદ્યાર્થીઓનું ભણતર કાર્ય શરૂ થઇ ચૂક્યું છે. આજે શાળાઓમાં ઉમળકાભેર વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા શાળા દ્વારા કોરોના મહામારી ને લઇ નિયમોની ખાસ તકેદારી રાખવામાં આવી હતી સોશિયલ ડિસ્ટન્સ, થર્મલ સ્કેનર, સેનિટેશન સહિતના નિયમો માટે એસઓપીનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.
ભુષણ સ્કૂલના પ્રિન્સીપલ મેહુલ પરડવાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સૂર્યોદય સમાન છે. જે રીતે ઓનલાઈન એજ્યુ. શરૂ હતું ત્યારે આજે બાળકો સાચા એકલ્યની ભૂમિકામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. ખાસ તો હાલમાં વાલીઓના ભરોસાથી વિદ્યાર્થીઓની સારી સંખ્યા એકત્ર થઈ છે. ખાસ તો ઓનલાઈન એજ્યુ., ઓફલાઈનનો ભાગ બની શકે પરંતુ પુરક નહિ. ઉપરાંત ઓનલાઈન એજ્યુ.નાં લાભ અને ગેરલાભ બંને છે. જે બાળક પર આધારીત છે. આજે મારી શાળાની વાત કરૂ તો બાળકો રાહ જોતા હતા કે જલદી શાળા શરૂ થઈ જાય આમ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકના સાથથી સારી રીતે શાળાઓ ચાલી શકે.
શાળા ખુલતા અમારી આતુરતાનો અંત આવ્યો: વિદ્યાર્થીઓ (ભુષણ સ્કૂલ)
ભુષણ સ્કૂલના વિદ્યાર્થીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, શાળા ખુલતાની રાહ અમને ખુબ જ લાંબા સમયથી હતી. આજે જ્યારે શાળા ખુલી છે ત્યારે અમને ખુબ જ આનંદ થઈ રહ્યો છે. ઓનલાઈન એજ્યુકેશનમાં અમે અમારી સ્કૂલ, મિત્રો ઉપરાંત અમારા શિક્ષકને ખુબ જ મીસ કર્યા છે તો આજે અમારી આતુરતાનો અંત આવ્યો છે. સામાન્ય રીતે થીયરીનો વિષય ઓનલાઈન ભણી શકાય પરંતુ જ્યારે દાખલા કરવાના હોય ત્યારે કલાસરૂમને ખુબ જ મીસ ર્ક્યું છે. આજે અમારામાં ઉત્સાહ છે. પરંતુ અમારાથી વધારે શિક્ષકોમાં ઉત્સાહ છે. હવે રીવીઝન કરી ફરી અમારા જૂના એટમોસફીયરમાં ભણવાનો આનંદ છે.