Abtak Media Google News
  • ગીરગંગા ટ્રસ્ટ-સ્વનિર્ભર સંચાલક મંડળ દ્વારા
  • મોદી સ્કુલના સંચાલક રશ્મિકાંત મોદીએ “પાણી બચાવો” અભિયાનમાં જોડાવા કરી અપીલ

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 180 થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે, જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં 11,111 ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

તેમજ વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તેના માટે રાજકોટ સીટીમાં 11,111 બોર કરવાનો પણ સંકલ્પ કરેલ છે. જેના અનુસંધાને કાલાવડ રોડ, મોદી સ્કુલમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ ગણને વરસાદી શુદ્ધ પાણી રીચાર્જ કરવાથી થતા ફાયદા વિષે પ્રમુખ દિલીપભાઈ સખીયાએ માહિતી આપીને સ્કૂલના ગ્રાઉન્ડમાં 200 ફૂટના આઠ બોર કર્યો. આજુબાજુનાં રહેણાક વાળા હાઈરાઈઝ બિલ્ડીંગમાં પીવાના પાણી માટે 2500 થી 3,000 ફૂટનાં બોર દ્વારા ભૂખરી વીંધીને ખારૂં,  તુરૂ અને ઉંચા ટીડીએસ વાળું પાણી આવવાથી લોકોની બીમારીઓમાં ખુબ વધારો થાય છે અને બિલ્ડીંગોમાં પાણીની પાઈપ લાઈનો જામ થઇ જતી હોય છે. એટલે કે પીવા લાયક નથી હોતું. આ બોર અને આવા ઘણા બીજા બોર બનવાથી જમીનમાં વરસાદી મીઠા પાણીના તળ 25 થી 50 ફૂટે આવશે. જેથી ખુબ મોટી રાહત થશે, લોકો નીરોગી રહેશે અને દેશની આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે.

મોદી સ્કૂલના ડો.રશ્મીકાંતભાઈ મોદીએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની પાણી બચાવાની પ્રવૃત્તિને દિલથી આવકારીને પોતાની દરેક પ્રોપર્ટીમાં વધારેમાં વધારે પાણી માટે રીચાર્જ બોર કરવા તેમજ ચેકડેમ બનવાનો પણ નિર્ણય લીધેલો છે. અને વધારેમાં વધારે આ કાર્યને ગતિ મળે તેના માટે તન, મન, ધનથી મદદ રૂપ થવાની વાત કરી હતી.

આ પ્રસંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, ડો.રશ્મીકાંતભાઈ મોદી, આતમન મોદી, અમિતભાઈ મેઘપરા, જયસુખભાઈ હિરાણી, રમેશભાઈ જેતાણી, વિઠ્ઠલભાઈ બાલધા તેમજ મોદી સ્કૂલના શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

પાણી બચાવો અભિયાનમાં 10 હજાર વાલીઓને જોડવાનું લક્ષ્ય: ડી.વી.મહેતા

સમગ્ર મામલે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ- સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા અત્યાર સુધીમાં રાજકોટની 40 જેટલી શાળામાં પાણી રીચાર્જ માટે બોર કર્યા છે. હજુ 60 સ્કુલોમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પાણી બચાવો અભિયાન અંતર્ગત વધુમાં વધુ વાલી જોડાય અને અમારો સંપર્ક કરે તેવી અપીલ છે. આ અભિયાનમાં અમારો લક્ષ્યાંક 10 હજાર વાલીઓને જોડવાનો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.