સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, સમાજ કલ્યાણ સિમતિના ચેરમેન આશિષભાઈ વાગડિયા, એક યાદીમાં જણાવે છે, કે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સ્વતંત્રતાપર્વ-૨૦૧૮ની ઉજવણી અંતર્ગત ‘હું અને મારું બાળક’ આગામી રવિવાર સમય : બપોરે ૦૩:૦૦ કલાકે ઇન્ડિયન રેડક્રોસ હોલ, સુચક રોડ,મોટી ટાંકી ચોકપાસે, રાજકોટ ખાતેયોજવામાં આવેલ છે. આ હરીફાઈ માં ભાગ લેવા માટેના ફોર્મસ વોર્ડ નં.૭ ની એસ્ટ્રોન ચોક ખાતે આવેલ વોર્ડ ઓફીસ ખાતે ી મળશે,
આ ફોર્મ તા. ૧૧ સાંજે ૦૬:૦૦ કલાક સુધીમાં પરત કરવાના રહેશે. આ હરીફાઈમાં રાજકોટ શહેરની મહિલાઓને ભાગલેવા રાજકોટ મહાનગરપાલિકા આમંત્રણ પાઠવે છે. આ હરીફાઈમાં ૧ ી ૧૦ વર્ષ સુધીના બાળકો માટે યોજવામાં આવેલ છે. હરીફાઈમાં ભાગ લેવા ઇચ્છુક બાળકની સો માતાએ પણ ઇન્ડિયન ડ્રેસમાં આવવાનું રહેશે. આ હરીફાઈ ૩ રાઉન્ડમાં યોજવામાં આવેલ છે. રાઉન્ડ-૧ માં બાળકોને ઘરેી અપાતી પૌષ્ટિક વાનગી પ્લાસ્ટિક સિવાયના નાસ્તા બોક્સમાં પ્રદર્શિત કરવાની રહેશે.
રાઉન્ડ-૨ માં માતા અને બાળક માટે સ્ટેજશો રાખેલ છે. રાઉન્ડ-૩ માં બાળ ઉછેરને લગતી સામાન્ય પ્રશ્નોતરી કરવામાં આવશે. હરીફાઈમાં વિજેતાને આકર્ષક ગિફ્ટ,શિલ્ડ અને ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ હરીફાઈને વધુ શાનદાર બનાવવા ખ્યાત નામ સેલેબ્રિટી બિનીતા બિની ખાસ ઉપસ્તિ રહેનાર છે.
આ કાર્યક્રમનો શુભારંભ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે શે. કાર્યક્રમના અધ્યક્ષ સને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્તિ રહેશે. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પુર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરિયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ વિગેરે ઉપસ્તિ રહેનાર છે.