સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને સમાજ-ક્લ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર એક સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે, રાજકોટ મહાનગરપાલિકા પોતાની પ્રાથમિક ફરજો તેમજ વિકાસ કામોની સાથો-સાથ જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો, આતશબાજી, રમતોત્સવ, જુદી-જુદી હરિફાઈઓ યોજવામાં આવે છે. તે રીતે આગામી તા.૨૮/૦૨/૨૦૧૮ને બુધવારના રોજ કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે હોળી-ધૂળેટી પર્વની ઉજવણીના ભાગરૂપે હિન્દી હાસ્ય કવિ સંમેલન “હોલી કે રંગ, રાજકોટ કે સંગ” યોજાશે. જેનું ઉદઘાટન માન. સાંસદ મોહનભાઈ કુંડારિયાના વરદ હસ્તે થશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ. જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ અધ્યક્ષ નરેન્દ્રભાઈ સોલંકી, જિલ્લા કલેકટર ડૉ. વિક્રાંત પાંડે, પ્રિન્સિપલ કમિશનર ઇન્કમટેક્સ અજીતકુમાર સિન્હા, રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહેશે.
જ્યારે મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, રાષ્ટ્રીયમંત્રી અનુસુચિત જાતિ મોરચો ભાનુબેન બાબરીયા, ડે. મેયર ડૉ. દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, અગ્રણી ઉદ્યોગપતિ ત્રિલોકચંદ્ર ભરતીયા, અનિલકુમાર ગુપ્તા, ઓલ ઇન્ડિયા ટ્રક એસોસિએશન અધ્યક્ષ અશોક શર્મા ઉપસ્થિત રહેશે. તેમજ અતિથિ વિશેષ તરીકે વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક રાજુભાઈ અઘેરા વિગેરે ઉપસ્થિત રહેશે.
આ હિન્દી હાસ્ય કવિ સંમેલનના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકરના માર્ગદર્શન હેઠળ લાઈટ, સાઉન્ડ, માઈક, મંડપ સહિતની વ્યવસ્થા કરવા માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર “હોલી કે રંગ”ના નીચે મુજબના કવિશ્રીઓ ઉપસ્થિત રહેશે.
૧) અજાત શત્રુ- મંચ સંચાલક
૨) તેજ નારાયણ બૈચૈન- હાસ્ય રસ
૩) નવનીત હુલ્લડ- હાસ્ય પૈરોડી
૪) ભુવન મોહિની- શ્રુંગાર રસ
૫) અશોક ચારણ- વીર રસ
૬) હિમાંશુ બવંડર- લોફ્ટર
આ કાર્યક્રમ માણવા શહેરીજનોને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, સમાજ-ક્લ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર હાર્દિક નિમંત્રણ પાઠવે છે.