એમ.ડી. સાગઠીયાને ટીપીઓ પદેથી હટાવાયા: ટીપીઓનો ચાર્જ રૂડાના એસ.એમ. પંડયાને સોંપાયો
રાજકોટમાં નાનામવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં ગત શનિવારે સર્જાયેલા ગમખ્વાર અગ્નિ કાંડમાં 30 નિર્દોષ વ્યકિતઓના જીવ ગયા છે. આ ઘટનાનાા ઘેરા પડઘા પડયા છે. કાલે સવારે અલગ અલગ વિભાગના સાત કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા આવ્યા છે. દરમિયાન સાંજે રાજય સરકાર દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા હતા. રાજકોટના પોલીસ કમિશ્નર, જોઇન્ટ પોલીસ કમિશ્નર અને ડીસીપી ઉપરાંત મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલની બદલી કરી દેવામાં આવી છે.
ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિ કાંડમાં 30 થી વધુ લોકોના મોત નિપજયા છે. આ ઘટનામાં પોલીસ તથા મહાપાલિકા તંત્રની જીવલેણ ગુનાહિત બેદરકારી હોવાનું પ્રથમ નજરે લાગી રહ્યું છે. ગુજરાત હાઇકોર્ટની આકરી ઝાટકણી બાદ રાજય સરકાર દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા છે. રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ ઉપરાંત એડિશનલ પોલીસ કમિશ્નર વિધી ચૌધરી અને ડીસીપી ઝોન-ર ડો. સુધીર કુમારની બદલી કરવામાં આવી છે.
ત્રણેયને પોષ્ટીંગ આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત રાજકોટના મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની પણ બદલી કરી દેવામાં આવી છે. તેઓને સામાન્ય વહીવટી વિભાગમાં મૂકી દેવામાં આવ્યા છે. રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીના સીઇઓ ડી.પી. દેસાઇની નિયુકિત કરવામાં આવી છે. તેઓ આજે સાંજ સુધીમાં ગમે ત્યારે મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળી લે તેવી સંભાવના જણાય રહી છે. દરમિયાન પોલીસ કમિશન બ્રિજેશ કુમાર ઝા ગઇકાલે રાત્રે જ રાજકોટ આવી પહોચ્યા હતા તેઓએ આજે વહેલી સવારે ચાર્જ સંભાળી લીધો હતો.
બાંધકામ કે હંગામી સ્ટ્રકચર માટે ટીઆરપી ગેમ ઝોન દ્વારા કોઇપણ પ્રકારની મંજુરી લેવામાં આવતી ન હતી. છતાં ચાર-ચાર વર્ષથી ધમધમતુ હતું. આ માટે ટાઉન પ્લાનીંગ શાખા જ મુખ્ય જવાબદાર છે. રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી. સાગઠીયા પાસેથી તાત્કાલીક અસરથી ટીપીઓનો ચાર્જ આંચકી લેવામાં આવ્યો છે તેઓના સ્થાને આરએમસીના ટીપીઓ તરીકે ચાર્જ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના પ્રવર નગર નિયોજક વર્ગ-1 એસ.એમ. 5ંડયાને સોંપવામાં આવ્યો છે.
કોર્પોરેશન સુપરસીડ થાય તેવી પણ પ્રબળ સંભાવના
રાજકોટમાં ગત શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિ કાંડ પાછળ મુખ્ય જવાબદારી જો કોઈની હોય તો તે રાજકોટ મહાનગરપાલિકાના નીંભર તંત્રની છે. આજથી દોઢ વર્ષ પહેલાં જ્યારે મોરબીમાં ઝૂલતા પુલ તૂટી જવાની દુર્ઘટના સર્જાય હતી અને 135 લોકોના જીવ ગયા હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને સુપર સીડ કરી દેવામાં આવી હતી.રાજકોટમાં સર્જાયેલો અગ્નિકાંડ આવી જ કંઈક ઘટના છે જેમાં તંત્રની જીવલેણ બેદરકારીને પાપે 30 જેટલા નિર્દોષ નાગરિક હોય જેવું ગુમાવ્યા છે. સરકાર તપાસ સમિતિનો સંપૂર્ણ રિપોર્ટ આવે તેની રાહ જોઈ રહી છે ત્યારબાદ કેટલાક આંકરા પગલાંઓ લેવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. અગ્નિ કાંડની ઘટના બાદ દેશભરમાં ગુજરાત સરકાર સામે રોષ ફાટી નીકળ્યો છે. જનતાના આ રોષની ઠારવા માટે રાજ્ય સરકા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તમાન શાસકોને ઘર ભેગા કરી દે તેવી શકયતઓ તો ભારોભાર દેખાય જ રહી છે.