તણાવજનક સ્થિતિમાં પણ સકારાત્મક બની, અંદરના ડરને ભગાવો
જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે સૌથી વધુ ભયજનક વિચારો આવતા હોય છે. ભવિષ્યની કલ્પના કરી ખૂદને આપત્તિજનક સ્થિતિમાં જોતા હોઈએ છીએ જેનાથી આપડે માનસિક અને શારીરિક બન્ને સ્વાસ્થ્ય ગુમાવતા હોઈએ છીએ. પરંતું ભવિષ્યમાં શું થશે તેની અંગેની આપણી માન્યતા આપણા વર્તમાન વર્તન ઉપર અસર કરતી હોય છે. પરિણામે વર્તમાનની પરિસ્તીઓનો આનંદ પણ માણી શકતા નથી. પરંતુ વાસ્તવમાં આપણા મોટામાં મોટા ડર પણ ફક્ત 15% જેટલી જ શક્યતાઓ છે કે વાસ્તવમાં પરિણમી શકે.
જો તમે એવી વ્યક્તિ છો કે જે તણાવ અથવા ચિંતામાં હોય ત્યારે આપત્તિ તરફ વલણ ધરાવે છે, તો તમે મદદ કરવા માટે કેટલીક બાબતો કરી શકો છો:
- રાત્રે સૂતા પહેલા અર્ધજાગૃત મનને શાંત કરો
ધરતીનો છેડો એટલે ઘર, આખા દિવસનો થાક ઉતારવા દરેક વ્યક્તિ માટે રાત્રિની આરામદાયક નીંદર ખૂબ જ આવશ્યક છે પરંતુ એ સમયે પણ જો આપડે એ વિચારીએ કે કોણે આપણને શું કીધુ? કાલે હવે આ કામનું શું થશે? આ બધી અસ્મનજસમાં આપણી ઊંઘ પણ ખરાબ કરતા હોઈએ છીએ. ઊંઘની અછત પણ આપણને એવી વસ્તુઓ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવી શકે છે જે આપણે ખતરનાક તરીકે જોઈએ છીએ . ત્યારે જરૂરી બની જાય છે કે ધ્યાન દ્વારા કે કોઈ ધાર્મિક પ્રવૃત્તિ દ્વારા આપણા મનને શાંત કરીએ. જેથી કરીને કોઈપણ પ્રકારના ખોટા વિચારો મનમાં ન આવવા દઈએ. જેથી કરીને બની શકે એટલા મહત્વના નિર્ણય સવારની તાજગીના સમયમાં જ લઈ શકીએ.
- પોતાના પ્રત્યે વધુ દયાળુ બનો.
જ્યારે પણ કોઈપણ ભયજનક પરિસથિતિમાં તમે સલવાયા છો તેવી અનુભૂતિ થાય એવા સમયે આપણે આપણી સાથે જ સૌથી વધુ કઠોર બની જતા હોઈએ છીએ અને પોતાની સાથે જ ખોટા શબ્દોનો પ્રયોગ કરી લઈએ છીએ. જો આ શબ્દો વધુ કઠોર હોય તો આવા સમયે હંમેશા “હું” ને એ પરિસ્થિતિ માંથી દૂર રાખી “મૂક પ્રેક્ષક” તરીકે એ પરિસ્થિતિનું અવલોકન કરો. હંમેશા તણાવ અનુભવીએ ત્યારે પોતાની જાત સાથે વધુ દયાળુ બનો.
- સકારાત્મક વાર્તા બનાવો
તણાવ ભરી પરિસ્થિતિ એટલે ભવિષ્ય પણ નકારાત્મક જ નહિ, ભૂતકાળના કડવા અનુભવોને જેટલુ પણ વાગોળીને ભવિષ્યની કલ્પના કરશુ તો એ અંધકારમય જ લાગશે. ત્યારે ભૂતકાળમાં થયેલી ઘટનાઓ નહી પરંતું તેના દ્વારા મળેલી શીખને ધ્યાનમાં રાખીને ભવિષ્ય માટે ખૂબ જ સારી એવી વાર્તા તમારા અર્ધજાગૃત મસ્તિષ્કને કહો, જેથી સારી વાર્તા સકારાત્મક પરિણામોમાં પરીવર્તી શકે.
- તમારા મનને તમારો સૌથી સારો મિત્ર બનાવો
આપડું મન એ જ આપણું સૌથી મોટું દુશ્મન કે સૌથી સારો મિત્ર બની શકે છે. બહારની દુનિયામાં ડર જેવું કંઇપણ હોતુ નથી જે આપણા મસ્તિષ્ક દ્વારા નિર્માણ પામેલ પરિસ્થિતિ છે. તણાવની સ્થિતિમાં આપણે વધુ ડર અનુભવતા હોઈએ છીએ પરંતું જેટલું ડર વિષે વિચારીએ તેટલું તે વિકરાળ સ્વરૂપ આપડા મનમાં એ ધારણ કરે છે. વાસ્તવિક જીવનમાં 80% ઉપરના કોઈ ડર આપડા સત્ય થતા નથી. પરંતુ તેની સારી કે માઠી અસર આપણા વર્તમાન પર પડે છે. એટલે આપણો સારામાં સારો મિત્ર આપણું મન છે , ડર, સુખ, દુ:ખ વગેરેની લાગણી સહજતાથી સ્વીકારી એક મિત્ર તરીકે આપણા મનને તેમાંથી બહાર નીકળવા મદદ કરો.