નેપાળમાં પડેલા ભારે વરસાદથી બ્રહ્મપુત્રા નદીમાં આવેલા ઘોડાપુરથી આસામમાં સ્થિતિ વણસી
ભારતના પાડોશી રાષ્ટ્ર નેપાળમાં ભારે વરસાદથી સર્જાયેલી જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે નેપાળ અને આસામમાં ૪૦ લાખ લોકોનું સ્થળાંતર કરાયું છે. ઓછામાં ઓછા ૧૮૯ના મોત અને ડઝનબંધ લોકો લાપત્તા બન્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ચીન અને તિબેટમાંથી વહેતી બ્રહ્મપુત્રા નદીમાં આવેલા ભારે પુરના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. બ્રહ્મપુત્રા નદી ચીન, તિબેટ, ભારત અને બાંગ્લાદેશમાં થઈને વહે છે. ભારે પુર અને કાંપના કારણે ખેતિના પાકને વ્યાપક નુકશાન સાથે લાખો લોકોને પુર પ્રકોપની અસર થવા પામી છે.
મે મહિનાથી અત્યાર સુધીમાં ૩ વાર આવેલા ઘોડાપુરને લઈને એકલાં આસામમાં જ ૨૭ હજાર લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે વધુ બે મોત સાથે મૃત્યુઆંક ૭૯ એ પહોંચ્યો છે. આસામ જળ સંશાધન મંત્રી કેશવ મહંતના જણાવ્યા મુજબ પુરની પરિસ્થિતિ હજુ ચિંતાજનક છે અને મોટશભાગની નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. આસામ અત્યારે પુર અને કોરોના મહામારી બે-બે પડકારો સામે ઝઝુમી રહ્યું છે. ૨૨ માંથી ૨૫ જિલ્લાઓ કોરોનાગ્રસ્ત છે. સાથે સાથે પખવાડિયા પહેલા શરૂ થયેલી ભારે પરિસ્થિતિનો પણ રાજ્ય સામનો કરી રહ્યું છે.
ભારતમાં કોરોનાથી ૧.૧ મિલીયન લોકો પ્રભાવિત બન્યા છે અને અત્યાર સુધીનો મૃત્યુઆંક ૨૬૮૧૬એ પહોંચ્યો છે. પડોશી રાષ્ટ્ર નેપાળ સરકાર ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને લઈને લોકોને સચેત રહેવા જણાવ્યું છે.
હિમાલય ક્ષેત્રના એક સૌથી વધુ તળાવો ભુસ્ખલંનથી જુન મહિનામાં જ તહસ નહસ થયા હતા. ભુસ્ખલંનમાં ૧૧૦થી વધુ મોત અને ૧૦૦ને ઈજાઓ થઈ હતી. પુર અને માટીથી આખેઆખી વસાહતો, રસ્તા, પુલો ધોવાઈ ચુક્યા હતા. ૭૭ માંથી ૨૬ જિલ્લાઓમાંથી સેંકડો લોકોને સ્થણાંતરીત કરવામાં આવ્યા હતા.
નેપાળના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, મૃત્યુઆંક હજુ વધવાની દહેશત છે. ૪૮ લોકો હજુ લાપત્તા છે. તેમણે જણાવ્યું હતું કે, વિવિધ સ્થળોએથી ગુમ થયેલાઓની શોધખોળ સતત ચાલુ પણ હવે તેમની જીવિત મળવાની શકયતાઓ ઓછી છે. કાઠમડુના હવામાન અધિકારી વરૂણ ઓડેદએ જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ સુધી હજુ ભારે વરસાદની આગાહી છે. ત્યારે વધુ જળબંબાકાર થાય તેવી શકયતા છે અને લોકોને પુર અને ભેખડ ધસવા વાળા વિસ્તારોમાં સચેત રહેવાની અપીલ કરી છે. નેપાળ અને ભારતના આસામ અને બિહારમાં ભુસ્ખલન અને ભારે પુરની દહેશત સતત રહે છે. જુનથી સપ્ટેમ્બર દરમિયાન આ વિસ્તારમાં સક્રિય ચોમાસુ ગણાય છે.