ગિરનાર તીર્થની 99 યાત્રા દરમ્યાન સાધકોએ પ્રવચન- પ્રસાદીનો લાભ લીધો
સંયુક્ત છો ત્યાં સુધી જીવન જીવવાની મજા કોઈ ઓર જ હશે. સંયુક્ત છો ત્યાં સુધી તમારું બધું જ સચવાઈ જાય છે, પણ વિભક્ત થતા જ જીવનમાં સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો પ્રવેશ થાય છે, અને કોઈ બહાના હેઠળ પરિવાર રૂપી માળાના મણકા વેરવિખેર થતા જાય છે, લાગણીનું સ્તર નીચું જતું જાય છે, સહન શક્તિ, સરળતા, સ્વદોષ દર્શન જેવા ગુણો ગાયબ થવા માંડ્યા છે. માટે જ ઘર ઘરમાં આગ લાગી છે, ઘરો તૂટી રહ્યા છે. તેમ ગઈકાલે જુનાગઢ ખાતે જૈનચાર્ય હેમવલ્લભસૂરીજી મહારાજ અને પૂજ્ય પન્યાસ પ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન મિશ્રામાં ગિરનાર તીર્થની 99 યાત્રા દરમિયાન પૂજ્ય પદ્મદર્શનવિજયજી મહારાજે સાધકો સમક્ષ પ્રવચન પ્રસાદી પાઠવતા જણાવ્યું હતું.
જૂનાગઢમાં જૈનાચાર્યની ઉપસ્થિતિ વચ્ચે 99 યાત્રા ચાલી રહી છે. ત્યારે 99 યાત્રા આત્મા સુદ્ધી માટેનો ઉત્સવ છે, ભીતર અશુદ્ધિઓને દૂર કરી આંતરિક પવિત્રતા પ્રાપ્ત કરવા માટે ગિરનાર તીર્થમાંથી પવિત્ર ઉર્જા ક્ષણે ક્ષણે નીકળી રહી છે, એમ ભવનાથ ખાતે આવેલા ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવી વધુમાં જણાવ્યું હતું કે, પ્રત્યેક માનવને હેવીનેશ નહિ પણ હેપીનેસની જરૂર છે. સમસ્યાઓના સમરાંગણમાં આજનો માનવ અટવાયો છે, સમરાંગણમાંથી ક્ષમતાગણ તરફ પ્રયાણ કરવા માટે પ્રભુની કૃપાનું અવતરણ જરૂરી છે.
પરમાત્મા પ્રત્યેનું સમર્પણ સંપૂર્ણ હોવું જોઈએ. પ્રભુની ઈચ્છા વિના આપણું ધાર્યું કંઈ થતું નથી. આજનો માણસ ઘણા મોટા બોજ હેઠળ દબાયેલો છે સંસારમાં દિન પ્રતિદિન કાંઈને કાંઈ સમસ્યાઓ ઉદભવતી હોય છે આ સમસ્યાઓના સોલ્યુશન પ્રભુના પ્રસાદથી પ્રાપ્ત થાય છે.
પ્રભુની ભક્તિથી જીવનની તમામ વિભક્તિઓ દૂર થાય છે, જ્યાં સુધી તમે પ્રભુ સાથે જોડાયેલા રહો છો ત્યાં સુધી સંસારના તમામ સંબંધો તમારી સાથે જોડાયેલા રહે છે. પ્રભુ સાથેનો સંબંધ મંદિર કે ધર્મસ્થાનો સાથેનો સતત અને સરસ હોવો જોઈએ, મંદિરમાં જાઓ કે ધર્મસ્થાનોમાં જાઓ ત્યારે તન્મન ત્વચીત અને તલેસ્ય બનો, તમને ધર્મસ્થાન છોડવાનું મન જ ન થાય તો સમજી રાખજો કે તમે સાચા અર્થમાં પ્રભુ ભક્ત બન્યા છો. અને ભક્તિ હોય ત્યાં વિભક્તિ સંભવતી નથીસંયુક્ત છો, ત્યાં સુધી જીવનની જીવવાની મજા કઈ ઔર જ છે સંયુક્ત છો, ત્યાં સુધી તમારું બધું જ સચવાઈ જાય છે. પણ વિભક્ત થતાં જ જીવનમાં સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો પ્રવેશ થાય છે. આજે સંયુક્ત કુટુંબની પરંપરાઓ અસ્ત થવાના આરે છે. કોઈને કોઈ બહાના હેઠળ પરિવાર રૂપી માળાના મણકા વેરવિખેર થતા જાય છે. પૂર્વે હૃદયની વિશાળતા જોવા મળતી હતી અત્યારે હૃદય સાંકડું બનતું જાય છે. લાગણીનું સ્તર નીચું જતું જાય છે. સહનશક્તિ સરળતા સ્વદોષ દર્શન જેવા ગુણો ગાયબ થવા માંડ્યા છે. માટે જ ઘર ઘરમાં આગ લાગી છે, ઘરો તૂટી રહ્યા છે.
વ્યકિતની વેદનાને સમજવા સંવેદના જોઇએ
સામેવાળી વ્યક્તિની વેદનાને સમજવા માટે સંવેદના જોઈએ. આ સંવેદનાના સૂત્રો સુકાવા લાગ્યા છે, અત્યારે સંતાનોમાં સંસ્કારોનો વિછેદ થવા લાગ્યો છે એના મૂડમાં દાદા – દાદી અને વડીલો વિખુટા પડ્યા છે. આજે નારી નોકરી કરવા જાય છે, પુરુષ ફેક્ટરી, ધંધા કે વેપારમાં વ્યસ્ત છે. સંતાડનો નમાયા અને નબાપા બન્યા છે. સંસ્કારોનું સિંચન તો માં જ કરી શકે છે. ઘર સાંકડા પડે છે માટે નહીં પણ મન અને હૈયુ સાંકડા થયા છે માટે વિભક્ત કુટુંબનો વાવર જોરમાં ચાલે છે