ઉત્તરાખંડની સરકારી શાળાઓમાં આઝાદીના ૬૮ વર્ષ બાદ પણ વિદ્યાર્થીઓ પ્રાથમિક સુવિધાથી વંચિત
ઉતરાખંડની શાળાઓમાં પુરતી પ્રાથમિક સુવિધાઓની ફાળવણી કરવામાં નહીં આવે તો રાજય સરકારને કાર જેવી લકઝરી આઈટમો ખરીદવા નહીં મળે એવો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ શિક્ષણમંત્રીને જયાં સુધી આ બાબતનું પાલન ન થાય ત્યાં સુધી બ્યુરોકેટસના પગાર શા માટે ન અટકાવવા તેમ જણાવ્યું હતું.
આ અંગેની સ્થિતિમાં રાજય સરકારના અધિકારીઓ દ્વારા જયારે માફી માગવામાં આવી ત્યારે કોર્ટ દ્વારા પ્રશ્ર્ન કરવામાં આવ્યો હતો કે શું તમારા અધિકારીઓને બેસવા ખુરશી નથી જોઈતી ? તો વિદ્યાર્થીઓને શા માટે નથી આપવામાં આવતી ?
કોર્ટ દ્વારા ઉંચાઈ પર આવેલા રાજયોમાં નવેમ્બર-૨૦૧૬માં તમામ સરકારી શાળાઓમાં ઓછામાં ઓછી પ્રાથમિક સુવિધાઓની તો ફાળવણી કરવામાં આવે તે પ્રકારે દોરવણી આપવામાં આવી હતી. કોર્ટ દ્વારા નાણા મંત્રાલયને પુછવામાં આવ્યું હતું કે શા માટે ફંડની જોગવાઈમાં ઠાગાઠૈયા થઈ રહ્યા છે. આ અંગેની પીઆઈએલ ૨૦૧૪માં દહેરાદુનના રહેવાસી દિપક રાણા દ્વારા સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ માટે કરવામાં આવી હતી.
જસ્ટીસ રાજીવ શર્મા અને આલોકસિંઘની ડિવીઝન બેન્ચ દ્વારા આ અંગે અગાઉથી જ રાજય સરકાર પ્રાથમિક સુવિધાઓ માટે શાળાઓમાં બેન્ચ, ડેસ્ક, બ્લેકબોર્ડ, સ્વચ્છ ટોઈલેટ કે જેમાં છોકરા અને છોકરીઓના અલગ હોય, વોટર પ્યુરીફાયર, પંખાઓ સહિતની સુવિધાઓ ફાળવવામાં આવી ન હોય તે દુ:ખ દાયક ઘટના છે માટે જયાં સુધી સરકારી શાળાઓમાં બેન્ચ અને પંખા જેવી સુવિધા નહીં હોય ત્યાં સુધી સરકાર મોંઘી ગાડીઓ ફર્નિચર અને એસી ખરીદી નહી શકે જયાં સુધી કોર્ટનો અન્ય બીજો ઓર્ડર ન આવે.
આ અંગે શિક્ષણમંત્રી દ્વારા કોર્ટને એક રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં નાણામંત્રાલયને ૯૦૩ કરોડ ‚ા. ફાળવવા માટે માર્ચમાં જ કરવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી નાણામંત્રાલય દ્વારા કોઈ જવાબ મળ્યો ન હોવાનું શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. આ બાબતની કોર્ટ દ્વારા ગંભીરતાથી મુલવણી કરવામાં આવી હતી. તેમજ અભ્યાસ કરતા દરેક બાળકને પ્રાથમિક સુવિધા પુરી પાડવી એ રાજય સરકારની ફરજનો એક ભાગ છે. તેમજ સ્વચ્છ ટોઈલેટની સુવિધા પણ તેમના સ્વાસ્થ્ય બાબતે જ‚રી છે. રાજય સરકારે તેમની પ્રાથમિકતામાં શિક્ષણ અને સ્વાસ્થ્યને ટોચના ક્રમે રાખવાની જ‚ર છે. રાજય સરકારના બ્યુરો દ્વારા આ બાબતને ગંભીરતાથી નોંધી ગેઝેટેડ અધિકારીઓની સેલરી પર રોક લગાવી જ‚રી છે. હાઈકોર્ટના જણાવ્યા પ્રમાણે આઝાદીના ૬૮ વર્ષ બાદ પણ વિદ્યાર્થીઓને સેતરંજી પર બેસીને ભણવુ પડે તે એક દયનીય બાબત છે.