શિક્ષણ વિભાગ ફી નિર્ધારણ માટે કમિટી રચશે: વાલીઓ શાળા સંચાલકો સામે રાજ્યવ્યાપી આંદોલન કરશે
શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ફી નિર્ધારણ માટે કમિટીની રચના કરવાનું નક્કી કરાયું છે. આ કમિટીના કારણે હાલમાં શાળા સંચાલકો અને વાલીઓમાં રીતસરના બે ભાગ પડી ગયા છે. સ્કૂલોમાં કયા ધોરણમાં કેટલી ફી લેવી તેની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. જેના કારણે વાલીઓએ હવે વધારાની ફી ભરવા ઇન્કાર કરી દીધો છે. સંચાલકો દ્વારા હાલ વાલીઓને વધારાની ફી ભરી દેવા અને પાછળી આ ફી સરભર કરી આપવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ વાલીઓએ જયાં સુધી ફી અંગેના નવા નિયમો ઘડવામાં ન આવે ત્યાં સુધી કોઇપણ ફી ન ભરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. એટલું જ નહી સમગ્ર રાજયના વાલીઓએ સંગઠિત ઇને સંચાલકો સામે લડત આપવાનું નક્કી કર્યું છે.
રાજયમાં છેલ્લા કેટલાય સમયી સ્વનિર્ભર પ્રામિક, માધ્યમિક શાળાઓમાં સંચાલકો દ્વારા બેફામ ફી ઉઘરાવવામાં આવતી હતી. કેટલાક સંચાલકોના હલકી મનોવૃત્તિના કારણે સમગ્ર સંચાલકો ફી વસુલવાના મામલે બદનામ તાં હતા. સરકાર દ્વારા ફી નિર્ધારણમાં એક પ્રકારનો અંકુશ આવે તે માટે વિધાનસભામાં ફી નિર્ધારણ વિધેયક લાવવામાં આવ્યું છે. આ વિધેયકમાં પ્રામિક, માધ્યમિકમાં સંચાલકોએ કેટલી ફી વસૂલવી તેની પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. સરકારની જાહેરાત બાદ હવે વાલીઓએ વધારાની ફી ભરવા ઇન્કાર કરી દીધો છે. બીજીબાજુ સંચાલકોએ પણ જયાં સુધી કમિટી કોઇ જાહેરાત ન કરે ત્યાંસુધી હાલમાં જે ફી લેવામાં આવે છે તે ભરવાની રહેશે તેવુ વાલીઓને જણાવી દીધુ છે.
ફી કમિટી અસ્તિત્વમાં આવે તે પહેલા વાલીઓ પાસેી વધુમાં વધુ રકમ વસુલી લેવા કેટલાક સંચાલકો તત્પર બન્યા છે. આ સ્િિતમાં આજે ગુરુવારે વાલી મંડળની કોર કમિટીની એક બેઠક મળી હતી. આ બેઠકમાં વાલી મંડળનું સ્તર માત્ર અમદાવાદ શહેર પુરતુ મર્યાદિત ન રહેતા તેને સમગ્ર રાજયવ્યાપી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કોર કમિટીની બેઠકમાં રાજયના જુદા જુદા જિલ્લાઓમાં વાલી મંડળના હોદ્દેદારોની નિમણૂક કરવાની પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ૧લી મેી શાળાઓમાં ઉનાળુ વેકેશન પડી રહ્યુ છે. પરંતુ
વેકેશનમાં પણ સપ્તાહમાં બે શાળાઓમાં આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આગામી સોમવારે સવારે ૮ વાગે નિરમા વિદ્યાવિહાર સ્કૂલની સંચાલકોને ગુલાબનું ફુલ આપીને સંચાલકોને સદ્દબુધ્ધિ મળે તેવી રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણના વેપારીકરણના પૂતળાનું દહન કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
રાજયની તમામ શાળાના સંચાલકો સામે લડવા માટે રાજયસ્તરનું વાલીમંડળ બનાવવાનું નક્કી કરાયું છે. જેમાં દરેક જિલ્લા પ્રમાણે હોદ્દાદારોની નિમણૂક કરવામાં આવશે. સૂત્રો કહે છે રાજયવ્યાપી વાલી મંડળની રચના ાય અને હોદ્દેદારોની નિમણૂક ાય તે પહેલા જ વાલીઓમાં જુદા જુદા મુદ્દાઓને લઇને વિખવાદો શરૂ ઇ ચુક્યા છે. કેટલાક વાલીઓએ ચોક્કસ વ્યકિતઓને જ હોદ્દેદારો તરીકે નિયુક્ત કરવા માટે પણ લોબીંગ શરૂ કર્યુ હોવાની વિગતો બહાર આવી રહી છે. આમ, સંચાલકો સામે લડતાં પહેલા વાલીઓમાં ફાટફૂટ પડે તો મુખ્ય હેતુ સિધ્ધિ ન ાય તેવી દહેશત પણ ઉભી ઇ છે.