અમદાવાદના સરખેજ આશ્રમ નો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. થોડો સમય પહેલા જ સરખેજ તેમજ અન્ય ભારતી આશ્રમોને લઈ સમાધાન થયાની વાત વહેતી થઈ હતી. તેને લઈ જુનાગઢ ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદ બાપુએ મીડિયાને જણાવ્યું હતું કે મૌખિક સમાધાન મને મંજૂર નથી. કાલે ટ્રસ્ટીઓ શિષ્યો અને સેવકોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશ્રમના વિવાદને લઈ નિર્ણય મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં થોડો સમય પહેલા સરખેજ આશ્રમ ખાતે ઋષિ ભારતી અને હરી હારાનંદ વિશે થયેલી સમાધાનની વાત ખોટી છે તેવું હરીહરાનંદ ભારતી બાપુએ મીડિયા ને જણાવ્યું હતું.. ટ્રસ્ટીઓ ,શિષ્યો અને સેવકો મૌખિક સમાધાનથી નારાજ હોવાની વાત સામે આવી છે.ત્યારે ગુજરાતમાં આવેલા તમામ ભારતી આશ્રમનું સંચાલન હરીહરાનંદ ભારતી બાપુ જ કરશે.
ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતી બાપુએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે સરખેજ મુકામે મારા મોટા ગુરુભાઈ મહામંડલેશ્વર કલ્યાણાનંદ ભારતી બ્રહ્મલીન થયા હતા. ત્યારે ગઈ તારીખ 10 ના સમાધિ સ્થાને વરિષ્ઠ સંતો સાથે હું સરખેજ ગયો હતો. આ જગ્યાનો ઘણા વર્ષોથી વિવાદ ચાલતો હતો. ત્યારે ગુરુ શિષ્યના સમાધાન માટે સંતો દ્વારા મને આગ્રહ કરવામાં આવ્યો હતો.અને સમાધાનની કોઈ વાત જ નથી કારણ કે વિવાદ આશ્રમનો છે.
જે આશ્રમનું વીલ મારા ગુરુજી મારા નામ નું કરી ગયા છે. અને આ મિલકતનો મેં પ્રોબેટ પણ લીધું હતું અને ત્યારે મેં પ્રોબેટ ને લઈને પણ વિરોધ પક્ષને પડકાર આપ્યો હતો. પરંતુ છ મહિના સુધી પ્રોબેટ મામલે કોઈએ પ્રતિઉત્તર આપ્યો ન હતો. આ વિલનું પ્રોબેટ પણ મને મળ્યું છે.
ત્યારે ઋષિ ભારતીનું કહેવાનું થાય છે કે એમની પાસે વિલ છે. તો વિલ વસિયત મારી પાસે જ છે. અને ઋષિ ભારતી પાસે જે વીલ વસિયત છે તે મામલે હું કાંઈ જાણતો નથી. પરંતુ જે સમયે મેં પ્રોબેટ લીધું હતું તે સમયે કોઈએ કોઈ પણ પ્રત્યુતર આપ્યો ન હતો.
જ્યાં સુધી હું હયાત છું ત્યાં સુધી ઋષિ ભારતી હોય મહાદેવ ભારતી હોય કે અવધેશાનંદ ભારતી હોય મારા 18 થી 20 ચેલા છે. ત્યારે જ્યાં સુધી હું જીવું છું ત્યારે એક પણ આશ્રમ કોઈને આપવાનો નથી. તમામ આશ્રમો મારા નામે જ રહેશે.
અને જે કોર્ટ મેટર ચાલે છે તેમાં જે ચુકાદો આપશે તે મને મંજુર રહેશે.. જે સમાધાન થયું છે તે કોઈ સમાધાનની ફોમ્ર્યુલા નથી.
આ મામલે સરખેજના મહંત ઋષિ ભારતી બાપુ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે તીર અખાડાના વરિષ્ઠ સંતોની હાજરીમાં સમાધાન કરવામાં આવ્યું હતું. હરિગીરી મહારાજ , ઇન્દ્રભારતી બાપુ,શ્રી મહંતોની હાજરીમાં મૌખિક સમાધાન થયું છે. સમય આવીએ લેખિતમાં પણ સમાધાન થશે. આગળ જે પણ નિર્ણય લેવામાં આવે તે અમને સ્વીકાર્ય રહેશે. અને જે સારું થાય તેમાં બાપુની પણ નામના વધે તે મહત્વનું છે.બાકી ભારતી આશ્રમ ડાઉન થાય તેનું નિમિત અમે ના બનીએ તેવી અમારી તકેદારી રહેશે.
જુના અખાડા અને પંચોની હાજરીમાં સરખેજ આશ્રમ મને સોંપવામાં આવ્યું છે.
જૂનાગઢનું આશ્રમનું સંચાલન મહાદેવ ભારતીને સોંપવામાં આવ્યું છે. લંબે નારાયણ આશ્રમ મહામંડલેશ્વર વિશ્વેવરી ભારતી માતાજી છે. અને વાંકીયા નર્મદાનો આશ્રમ કોને સોંપે તે બાપુનો વિષય છે.
જુના અખાડા ના પંચની હાજરીમાં મૌખિક સમાધાન થયું છે. 13 અખાડાના મહામંત્રી હરી ગીરીજી મહારાજ અને વરિષ્ઠ સંતો હરિગિરીજી મહારાજ, કિન્નર અખાડા, આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતીની હાજરીમાં મૌખિક સમાધાન થયું છે. આવનાર સમયમાં સામસામે બેસી જે શરતો માન્ય રહેશે તે રીતે સમાધાન થશે.
વિલના આધારે તમામક આશ્રમોનું સંચાલન મારી પાસે: ઋષી ભારતી
અમદાવાદ સરખેજ આશ્રમનો વિવાદ વચ્ચે ઋષી ભારતીનું કહેવું છે કે તેમની પાસે વિલ છે. અને તેના કારણે તમામ આશ્રમોનું સંચાલન તેમની પાસે હોઈ શકે પરંતુ હરીહરાનંદ બાપુએ પોતાની પાસે આશ્રમનો વહીવટ કરવાનો હકક હોવાનું જણાવ્યું હતુ.