ગુજરાત પોલીસે એક વર્ષમાં રૂ.5640 કરોડનું ડ્રગ્સ પકડી નાર્કોટિક્સના દૂષણથી રાજ્યના યુવાધનને બચાવવાની શ્રેષ્ઠ કામગીરી કરી છે: 431 આરોપીઓ સામે 317 ગુના દાખલ

વિધાનસભાના સત્રના અંતિમ દિવસે આજે 116ની નોટિસ પર ડ્રગ્સ પકડ્યા અંગેની ચર્ચા હતી. ખુલ્લા મનથી તમામ પ્રશ્નોના જવાબ આપવાની તૈયારી સાથે ગુજરાતમાં ડ્રગ્સ વિરૂધ્ધ કરવામાં આવેલી કાર્યવાહી સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મંત્રી મંડળની રચના બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રથમ કેબિનેટમાં જ ડ્રગ્સ સામેની મક્કમ લડાઈ લડવા નિર્ણય લેવાયો હતો. ત્યારથી આજદિન સુધી આ જંગ તેજ ગતિએ ચલાવવામાં આવી રહી છે. ગુજરાતમાં એક ગ્રામ પણ ડ્રગ્સ વેચાતુ હશે ત્યાં સુધી ગુજરાત સરકારની આ ડ્રગ્સ સામેની જંગ ચાલુ રહેશે.

દુનિયામાં આજે ડ્રગ્સ ફેશન સટેટમેન્ટ બની ગયું છે ત્યારે ગુજરાતનુ યુવાધન ડ્રગ્સના રવાડે ન ચઢી જાય તેની ખાસ તકેદારી સાથે જીવના જોખમે આ સમગ્ર ડ્રગ્સ નેક્સસ તોડવા ગુજરાત પોલીસ દિવસ રાત કાર્ય કરી રહી છે. ગુજરાત પોલીસ દ્રારા રાજ્યના કચ્છ, વલસાડ, નવસારી સહિતના જિલ્લાઓના દરિયા કિનારેથી છેલ્લા 15 દિવસમાં અંદાજિત રૂ.850 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જેના માટે ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસની ટીમ અભિનંદનને પાત્ર છે.

મંત્રી વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં નશાબંધી કાયદા અંતર્ગત બનતા ગુનાઓને નાબૂદ કરવા રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે. પાકિસ્તાન જેવા પડોશી દેશો દ્વારા ડ્રગ્સ સહિતના માદક પદાર્થો ગુજરાતમાં ઘુસાડવાના ઈરાદાઓ ગુજરાત પોલીસે નાકામિયાબ બનાવ્યા છે અને છેલ્લા એક વર્ષમાં એનડીપીએસ એક્ટ હેઠળ 317 ગુના દાખલ કરી કુલ 431 આરોપીઓને પકડી અંદાજે રૂ.5640 કરોડનો મુદ્દામાલ પકડી રાજ્યના યુવાધનને બચાવવાની શ્રેષ્ઠ કામગીરી કરી છે.

મંત્રીએ ઉમેર્યું કે, વર્ષ-2024માં ગુજરાત એટીએસ દ્વારા દરિયાઈ વિસ્તારમાંથી રૂ. 427 કરોડનું આશરે 61 કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યુ છે. ગુજરાત પોલીસની સતર્કતા અને સઘન પેટ્રોલીંગને કારણે દરિયાઈ વિસ્તારમાં આવેલા નાના-મોટા લેન્ડિંગ પોઇન્ટ પર 178 કરોડનું બિનવારસી ડ્રગ્સ પકડવામાં પણ ગુજરાત પોલીસ સફળ રહી છે. ગુજરાત પોલીસથી આંતરરાષ્ટ્રીય ડ્રગ માફીયાઓ થથરે છે એટલે જ ગુજરાત પોલીસની બોટ દેખાતા જ ડ્રગ દરિયામાં નાખી દેવામાં આવ્યા આ પેકેટો દરિયા કિનારેથી બિનવારસી મળી આવે છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ પકડવાની કામગીરીમાં રોકાયેલી અલગ-અલગ એજન્સીઓ એકબીજાના સંકલનમાં રહી સમગ્ર રાજ્યમાં એક ટીમ તરીકે કામ કરી શકે તે માટે ગૃહ મંત્રાલયની અધ્યક્ષતા રાજ્ય કક્ષાએ સમયાંતરે NCORDની બેઠકનું આયોજન કરવામાં આવે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.