‘અબતકે’ શાસ્ત્રી રાજદીપ જોષી સાથે સોના-ચાંદીની ખરીદી અંગે કરી ચર્ચાઅબતક, રાજકોટ
આજે પુષ્યનક્ષત્ર છે એટલે કે સોનુ-ચાંદી ખરીદવાનો ઉત્તમ દિવસ છે. એમાંય ગુરૂપુષ્યામૃત યોગ હોય ત્યારે સોનુ-ચાંદી ખરીદવા શુકનવંતા ગણાય છે. આગામી દિવસોમાં ધન તેરસ આવી રહી છે ત્યારે જ્વેલર્સને ત્યાં સોના-ચાંદીની ધૂમ ખરીદી થશે. ‘અબતકે’ આજે વિદ્વાન શાસ્ત્રી રાજદીપ જોષી સાથે રાજકોટના માલાબાર ગોલ્ડ-ડાયમંડમાં જઇ પુષ્યનક્ષત્રમાં સોનુ-ચાંદી ખરીદવા અંગે ચર્ચા કરી હતી.
શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું કે આપણા ખગોળશાસ્ત્રમાં 27 નક્ષત્રો છે. જેમાં પુષ્યનક્ષત્ર ખૂબ શુકનવંતુ ગણાય છે. પુષ્યનક્ષત્રમાં સોનુ-ચાંદી, પુજાનો સામાન અને ઘર વખરી ખરીદવી શુકનમાં ગણાય છે એટલે પુષ્યનક્ષત્રમાં આ બધું ખરીદવું જોઇએ. ગુરૂવારે પુષ્યનક્ષત્ર આવે તો ગુરૂપુષ્યામૃત યોગ થાય છે એટલે આ દિવસે સોનુ-ચાંદી ખરીદવા શ્રેષ્ઠ ગણાય છે કારણ કે સોનુ એકદમ શુદ્વ ધાતુ છે. જો એની ખરીદી કરીએ તો શુભતત્વનો વધારો થાય છે.
પુષ્યનક્ષત્ર રવિવારે આવે તો રવિપુષ્યમૃત યોગ થાય છે. જે પણ ખૂબ જ શુભ ગણાય છે. શુક્રવારે પુષ્યનક્ષત્ર આવે એ યોગ બહુ સારો ગણાતો નથી બાકીના વારે પુષ્યનક્ષત્રનો યોગ શુભ માનવામાં આવે છે.
શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે ધન તેરસે દાગીનાનું પુજન કરવું એવું પુરાણોમાં લખેલું છે. આપણે ધન તેરસના દિવસે ઘરેણાં ખરીદવા જોઇએ. તેમણે એમ પણ કહ્યું કે ચાંદી કરતા સોનાની ખરીદી કરવી આ દિવસોમાં વધુ શુભ મનાય છે. કારણ કે સોનુ પવિત્ર અને વૈભવનું પ્રતિક છે. કેટલું સોનુ ખરીદવું એ મુદ્ે શાસ્ત્રોમાં કોઇ ઉલ્લેખ નથી પરંતુ વ્યક્તિએ પોતાની શક્તિ પ્રમાણે સોનાની ખરીદી કરવી જોઇએ. તેમણે એમ પણ કહ્યું કે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે સોનુ-ચાંદી ખરીદ્યા પછી અભિમાન ન કરવું.
તહેવારો, લગ્નની સીઝન પૂર્વે માલાબારમાંથી થઇ રહી છે ઘરેણાંની જોરશોરથી ખરીદી: વિજયભાઇ બુલચંદાણી
માલાબાર ગોલ્ડના વિજયભાઇ બુલચંદાણીએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું કે આજે પુષ્યનક્ષત્ર છે, ધન તેરસ અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે તથા દેવ દિવાળી પછી લગ્નની સિઝન પણ પૂર બહારમાં ખીલવાની છે એટલે લોકો જોરશોરથી સોનાની ખરીદી કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે માલાબારમાંથી લોકો ડિવાઇન કલેક્શન, એથેનીક કલેક્શન, ડાયમંડ, ફંક્શન માટે અને રોજીંદા જીવન માટેના ઓર્નામેન્ટ્સની જોરશોરથી ખરીદી કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે અમારે ત્યાં ટ્રાન્સપરન્સી હોય છે. ઘડામણ સસ્તુ હોય છે અને ભાવ પણ વ્યાજબી હોય છે એટલે લોકો માલાબારમાંથી ખરીદી કરવાને પ્રાધાન્ય આપે છે.
પુષ્ય નક્ષત્રમાં એન્ટીક આઈટમ ની ખરીદી વધારે
ધનતેરસના 6 દિવસ પહેલા અને દીપાવલીના 8 દિવસ પહેલા, મંગળ પુષ્ય નક્ષત્ર સાથે સિદ્ધિ યોગ અને સાધ્ય યોગ હશે. મંગળવારના રોજ મંગલ પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તમાં શહેરવાસીઓ જોરશોરથી ખરીદી કરી રહ્યા છે પુષ્ય નક્ષત્ર વિશે જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે. આ મુહૂર્તમાં ખરીદી કરવી ફાયદાકારક છે.
નક્ષત્રની સોનાની ખરીદીમાં આ વર્ષે પણ નાની વીટી થી લઈ લગ્નમાં ઉપયોગ થાય તેવા દાગીના નું થયું વેચાણ થયું હોવાનું શિલ્પા જ્વેલર્સના મેનેજર રોહિતભાઈ પવારે જણાવ્યું હતું આ જ રીતે રાધિકા જ્વેલર્સ ના વિઠલાણી ભાઈએ કહ્યું હતું કે આ વખતે પણ દર વખતની જેમ કસ્ટમર એએન્ટિક સેટ મંગળસૂત્ર જૈન અને વીંટી જેવા નાના મોટા દાગીના ની શુકનવંતી ખરીદી કરી હતી.
કોરોનાની મંદીની આ વખતે કસર નીકળી ગઈ વેપારીઓ ખુશ ખુશાલ
પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદીને શુકનવંતી ગણવામાં આવે છે બે વર્ષ સુધી રહેલી કોરોના ની મંદીની અસર હવે વિદાય લઇ ચૂકી છે ત્યારે આ વખતે ઝવેરી બજારમાં બેવડી ખરીદી નીકળતા વેપારીઓ આજે સવારથી જ ખુશખુશાલ જણાતા હતા.