આપણે ત્યાં કહેવત છે કે ઘસાતો વાણિયો અને બુઝાતો દિવો વધારે ઝગમગે..! આપણે ત્યાં એ પણ કહેવત છે કે જેનો કોઇ ધણી-ધોરી ન હોય તે ધંધો કરતાં પહેલા સોસ વાર વિચારવું..! આ બન્ને કહેવતોનો સમન્વય એટલે ગત સપ્તાહે ઉઠી ગયેલા FTX ક્રિપ્ટો એક્સચેન્જનો કેસ.
જી હા, આ એક્સચેન્જ ઉઠી ગયું છે, બહુ ટૂંકા ગાળામાં ઉંચે ચડ્યું અને તેજ ગતિઐ પટકાયું..! મે-2019 માં વોલસ્ટ્રીટનાં ટ્રેડર સામ બેંકમેન-ફ્રાઇડ તથા ગુગલનાં કર્મચારી ગેરી વેંગે મળીને FTX ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જની સ્થાપના કરી હતી. અને નવેમ્બર-22 નાં બીજા સપ્તાહમાં અચાનક આ એક્સચેન્જ કડડભુસ થઇ ગયું. કહેવાય છે કે ઐક્સચેન્જમાં સોદા કરનારાઓનાં એક અબજ ડોલર ફસાઇ ગયા છે. કોઇ આ આંકડો બે અબજનો પણ મુકે છે. આ તમામને હવે રાતેપાણીસઐ રોવાનો વારો આવશૈ. કારણ કે ક્રિપ્ટો કરન્સીનો વેપાર હજુ સુધી ધણી-ધોરી વિનાનો એટલે કે અનરેગ્યુલેટેડ છે. આ સાડા ત્રણ વર્ષનાં ગાળામાં અમેરિકામાં FTX છાશવારે સમાચારોમામ ચમકતુ રહેતું હતું ક્યારેક 900 મિલિયન ડોલરનાં ફંડીંગ સાથે, ક્યારેક 18 અબજ ડોલરના વેલ્યુએશન સાથે તો ક્યારેક સિંગાપોરનાં રોકાણકારની એન્ટ્રી સાથે. પરંતુ ઇન્વેસ્ટમેન્ટની ભાષામાં કહીએ તો આ બબલ અર્થાત ગુબ્બારો હતો. સોફ્ટબેંક પાસેથી ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હોવાના અહેવાલ આવ્યા ત્યારે FTX ની 32 અબજ ડોલરની વેલ્યુએશન થઇ હતી. ,
રોકાણકારો હવે ફરિયાદ કરે છે કે પ્રમોટર ફાઉન્ડર સામ બેન્કમેને ગ્રાહકોનાં 10 અબજ ડોલર FTX નાં ખાતામાંથી પોતાની ટ્રેડિંગ કંપની અલ્મેડા રિસર્ચમાં સેરવી લીધા છે. આ ટ્રાન્સફર માં 1.70 અબજ ડોલર ક્યાં ગયા તેનો કોઇ હિસાબ નથી. મૂળ તો સામે જ્યારે બેલેન્શીટ કંપનીનાં અન્ય અધિકારીઓને બતાવી ત્યારે આ ભોપાળાંનો પર્દાફાશ થયો. જે ગ્રાહકો સુધી પહોંચતા જ આશરે 10 અબજ ડોલરનું ફંડ પાછું લેવા લોકો FTX માં દોડ્યા ત્યારે અંતે કંપનીને નાદારી જાહેર કરવાની નોબત આવી હતી. માત્ર 72 કલાકનાં ગાળામાં FTX ને અલીગઢી તાળાં મારવાનો વારો આવ્યો એવું કહી શકાય. અહીં સવાલ એ છે કે સામ બેંકમેન 10 અબજ ડોલર અલ્મેડામાં ટ્રાન્સફર કરે છતાંયે અન્ય અધિકારીઓને ખબર કેમ ન પડે? ટેકનિકલ જાણકારો કહે છૈ કે ફંડ ઓપરેટ કરવાની સિસ્ટમમાં એક બેક ડોર વ્યવસ્થા હતી જેની લિંક સામ બેંકમેન પાસે હતી. જેના વડે બેન્કમેને બુક-કિપીંગ સિસ્ટમમાં છીંડા પાડ્યા એવું કહેવાય છે. હાલમાં સામની મિલ્કત 17 અબજ ડોલર હોવાનું ચર્ચાય છે.
હવે યુ.ઐસ. સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન આ કેસની તપાસ કરશે. તપાસનું પરિણામ જે કાંઇ પણ આવે પરંતુ વિશ્વમાં ક્રિપ્ટોનો કારોબાર ભરોસાપાત્ર નથી ઐ પહેલા ચર્ચાતું હતું અને હવે સાબિત થઇ ગયું છે. અહેવાલો એવા પણ છે કે FTX ની સિસ્ટમ હેક થઇ છે તેથી તમામ ગ્રાહકોને ઍપ અનઇન્સોલ કરવા અને કોઇપણ નવો નાણાકિય વ્યવહાર ન કરવા જણાવાયું છે. હવે આ સિસ્ટમ હેક થઇ છે કે કરવામાં આવી છૈ તેનો જવાબ શોધવામાં એટલો સમય લાગશૈ કે લોકો FTX ને ભુલી પણ ગયા હશૈ. આ દરમિયાન છેલ્લા ચારેક દિવસમાં FTX નાં વોલેટમાંથી ઇથેરિયમ, બિનાન્સ, તથા સોલાના જેવા અન્ય ક્રિપ્ટો કોઇન્સ પણ મુવ થયા છે. સંકેત સાફ છે કે ક્રિપ્ટો કરન્સીનાં વેપાર હાલમાં જોખમમાં છે. ઇથેરિયમનાં ભાવમાં 32 ટકાનું જ્યારે બિટકોઇનનાં ભાવમાં 25 ટકાનું ગાબડું જોવા મળ્યું છે. અન્ય ક્રિપ્ટો કરન્સીઓમાં પણ 10 ટકા કે તેથી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે. ક્રિપ્ટો કરન્સીનો કારોબાર જોખમી, બિનભરોસાપાત્ર અને કંટ્રોલ વિનાનો હોવાથી જ ભારત સરકારે હજુ સુધી આ કારોબારને સમર્થન કે પ્રોત્સાહન આપ્યું નથી. હાલમાં સરકારે ડિજીટલ કરન્સીનો પ્રાયોગિક અમલ શરૂ કર્યો છે પણ એમાંયે ક્રિપ્ટોને સ્થાન નથી. વળી હવે આ બનાવ બાદ સરકારનો થોડો વિચાર હશૈ તો પણ માંડી વાળશે. સારૂ જ છે…. ચેતતો નર સદા સુખી..!
ક્રિપટો સાથે સંકળાયેલી એફટીએક્સનું સામ્રાજ્ય પડી ભાંગ્યું ભારતીય મૂળના નિશાદ સિંહ સંપૂર્ણ કારોબાર સાંભળતા હતા
નાણાની અછતને કારણે આર્થિક ભીંસમાં મુકાયા બાદ નાદારી નોંધાવનારી ક્રિપ્ટો કંપની એફટીએક્સના સહસ્થાપક અને સીઈઓ સેમ બેન્કમેન ફ્રાઈડની સંપત્તિ ગણતરીના દિવસોમાં જ આશરે 64 હજાર કરોડ ઘટીને શૂન્ય થઈ ગઈ છે. કોઈ પણ ક્રિપટો સાથે જોડાયેલા અબજપતિની સંપત્તિમાં થયેલું આ સૌથી મોટું ધોવાણ છે. એફટીએક્સની ગંભીર આર્થિક સ્થિતિને પગલે સેમ અને નિશાદ સિંહે કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે. એક સમયે 30 અબજ ડોલરની સંપત્તિના માલિક એવા સેમની ગણતરી વોરન બફેટ જેવા માંધાતાઓ સાથે કરાતી હતી. જોકે ગણતરીના દિવસોમાં જ તે નાદારીના રસ્તે આવી ગયો છે.