કલેકટર અને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોનાને નાથવા કરવામાં આવતી કામગીરી પર પ્રભારી સચિવો નજર રાખશે: માર્ગદર્શન પણ આપશે
અબતક,રાજકોટ
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરનો આરંભ થઈ ચૂકયો છે. છેલ્લા ત્રણ દિવસથી સતત દૈનિક કેસમાં 1000થી વધુનો વધારો નોંધાઈ રહ્યો છે.બીજી લહેરે સજેલી જીવલેણ હોનારતમાંથી શબક લઈ રાજય સરકાર દ્વારા ત્રીજી લહેરના આરંભ સાથે જ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. ગઈકાલે મોડી સાંજે તાત્કાલીક અસરથી કોરોના સંબંધીત કામગીરીમા તમામ જિલ્લાઓને માર્ગદર્શન આપવા માટે રાજય સરકાર દ્વારા તમામ જિલ્લાના પ્રભારી સચિવની નિમણુંક કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે મુકેશકુમારની અમરેલી જિલ્લાના પ્રભારી સચિવ તરીકે સંદીપકુમારની, અરવલ્લી જિલ્લાના પ્રભારી સચિવ તરીકે રૂપવંતસિંહની આણંદ જિલ્લાના મોહમ્મદ શાહિદ, બસાનકાંઠા જિલ્લામાં વિજય નહેરા બોટાદ જિલ્લામાં સંજીવકુમાર, ભરૂચ જિલ્લામાં શ્રીમતી શાહમીના હુસેન, ભાવનગર જિલ્લામાં શ્રીમતી સોનલમિશ્રા, દાહોદ જિલ્લામાં રાજકુમાર બેનીવાલ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડી.જી. પટેલ, ડાંગ જિલ્લામાં જયપ્રકાશ શિવહરે, ગાંધીનગર જિલ્લામાં મિલિંદ તોરવણે, ગીરસોમનાથ જિલ્લામાં જૂનાગઢના પ્રભારીને દેખરેખ રાખવા સુચના આપવામા આવી છે. જામનગર જિલ્લામાં એન.બી.ઉપાધ્યાય, જૂનાગઢ જિલ્લામાં હારિત શુકલા, કચ્છ જિલ્લામાં હર્ષદકુમાર રતિલાલ પટેલ, ખેડા જિલ્લામાં રમેશચંદ્ર મીના, મહેસાણા, જિલ્લામાં ધનંજય ત્રિવેદી, મોરબી જિલ્લામાં શ્રીમતી મનિલા ચંદ્રા, મહિસાગર જિલ્લામાં અશ્ર્વીનીકુમાર, નર્મદા જિલ્લામાં શ્રીમતી પી.ભારથી, નવસારી જિલ્લામાં કે.કે.નિરાલા, પંચમહાલ જિલ્લામાં રાજેશ માંજૂ, પાટણ જિલ્લામાં મમતા વર્મા, પોરબંદર જિલ્લામાં રનજીથ કુમાર જે. અને રાજકોટ જિલ્લાનાં પ્રભારી સચિવ તરીકે રાહુલ ગુપ્તાની નિમણુંક કરવામાં આવી છે.
સાવરકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ તરીકે ડો.એસ.મુરલી ક્રિશ્ર્ના, સુરત જિલ્લાના એમ.થેન્નારસન, સુરેન્દ્રનગર જિલ્લાના રાકેશશંકર, તાપી જિલ્લાના સ્વરૂપ પી. વડોદરા જિલ્લાના વિનોદ આર. રાવ, વલસાડ જિલ્લાનાં કે.એમ. ભીમજીયાણી અને છોટાઉદેપૂર જિલ્લાના પ્રભારી સચિવ તરીકે મનિષ ભારદ્વાજની નિમણુંક કરવામાં આવી છે.
પ્રભારી સચિવ તમામ જિલ્લાઓમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીનું સતત નિરીક્ષણ કરશે અને જરૂરી માર્ગદર્શન આપશે. સમયાંતરે કામગીરીનું નિરીક્ષણ પણ કરશે.