ગુજરાત સહીત દેશમાં હવે કોરોનાએ રફતાર પકડી છે. રાજકોટમાં પણ કોરોનાના કેસ વધતાં જાય છે. મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે રાજકોટમાં હવે રોજ 1500 ટેસ્ટ કરશે અને જરૂર પડશે તો ટેસ્ટીંગ બુથ પણ શરૂ કરાશે. આ સાથે રાજકોટ શહેરના અત્યાર સુધીના કુલ સંક્રમિતોની સંખ્યા 63,721 થઈ છે. હાલ સારવાર હેઠળ 12 દર્દી છે, આજે કોઈ દર્દી ડિસ્ચાર્જ થયા નથી. સાથોસાથ કોઈ પણ દર્દી વેન્ટિલેટર પર હોવાથી રાહતના સમાચાર મળી રહ્યા છે.
આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 5,337 નવા કેસ નોંધાયા છે. તો સાથે 7 કોરોના દર્દીઓના મોત પણ થયાં છે. આ તરફ ચિંતાનો વિષય એ છે કે, ગઈકાલે 3714 કેસો નોંધાયા હતા તેની સરખામણીએ છેલ્લા 24 કલાકમાં 5,233 નવા કેસ સામે આવતા 41% જેટલો નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 28,857 થઈ ગઈ છે. અમદાવાદમાં 32 , વડોદરા 10, સુરત – વલસાડ 3, આણંદ – મહેસાણા – તાપીમાં 1 કેસ નોધાયા છે.