વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી નું માં ધરાવતા ભારતનું લોકતંત્ર ના ધરોહર એવા રાજકારણ નું મૂળભૂત હેતુ રાષ્ટ્ર અને સમાજ સેવાનો રહેલો છે પરંતુ લોકતાંત્રિક વ્યવસ્થા અને વહીવટ ના કેટલાક નૈતિકતાના મૂલ્ય રહેલી મર્યાદાઓ અને ભય સ્થાનના કારણે સેવા નો હેતુ ધરાવતા રાજકારણ હવે સેવાથી વધુ મેવા પ્રાપ્તિના સંસાધન તરીકે જોવાઈ રહ્યું છે રાજકારણને અગાઉ સેવા નું માધ્યમ માનવામાં આવતું હતું સરદાર વલ્લભભાઈ પટેલ, ઈન્દુલાલ યાજ્ઞિક , લાલ બહાદુર શાસ્ત્રી, ગુલઝારીલાલ નંદા, મોરારજીભાઈ દેસાઈ, અટલબિહારી બાજપાઈ જેવા રાષ્ટ્ર સેવાને વરેલા મહાનુભાવોની ખૂબ જ મોટી તવારીખ છે સમય સંજોગોની સ્થિતિ ક્યારેય યથાવત રહેતી નથી અત્યારે રાજકારણે સેવાના બદલે લેવાનું માધ્યમ માનવામાં આવે છે ગ્રામ પંચાયતથી લઈ લોકસભા સુધીના રાજકારણમાં લાભ લેવા માટે પ્રવેશવાના કિસ્સાઓ હવે વધી ગયા છે, લોકતંત્રમાં બુલેટ થી વધારે બેલટ શક્તિશાળી માનવામાં આવે છે આઝાદીના પ્રથમ દાયકામાં રાજકીય-સામાજિક નેતાઓ દેશની સેવા કરવા માટે રાજકારણ રસ્તો પસંદ કરતા હતા ત્યાર પછી સમય બદલાયો અને સેવા નહીં પરંતુ મેવા મેળવવા માટે જ રાજકારણ પ્રવેશનું દૂષણ વઘ્યું ત્યાર પછી રાજકીય અપરાધીકરણના યુગમાં નેતાઓએ પોતાનો લાભ ઉભો કરવા માટે અસામાજિક તત્વો અને ગુંડાઓનો રાજકીય ઉપયોગ શરૂ કર્યો ગુંડાઓને હાથા બનાવવાનો એક આખો સમયગાળો પસાર થયા બાદ જે ગુંડાઓ નેતાઓની આંગળી પકડીને રાજકારણમાં આવ્યા હતા તેઓને ભાન થયું કે પૈસો અને માલ તો રાજકારણમાં જ છે અને રાજકિય વહિવટ નજીકથી જોનારા માથાભારે તત્વો નું રાજકારણ શરૂ થયું અને નેતાઓની સાથે સાથે ગુંડા તત્વો રાજકારણમાં પ્રવેશવા લાગ્યા, હવે ફરીથી યુગ કરવટ લઈ રહ્યો હોય તે મૂળભૂત રાજકારણી બાહુબલી અને અસામાજિક તત્વોના રાજકીય લાભાલાભ જોઈને વહીવટમાં ખૂબ જ નજીક રહેતા બુદ્ધિજીવીઓ ને રાજકારણના લાભનો સ્વાદ દાઢે લાગ્યો વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા ધરાવતા સનદી અધિકારીઓ સરકારી કર્મચારીઓ હવે રાજકીય ક્ષેત્રે રસ વધ્યો છે લોકતંત્ર માટે એ સારી વાત છે કે શિક્ષિત અને દીક્ષિત લોકો સક્રિય રાજકારણમાં આગળ આવે, શિક્ષિત લોકોને ભવિષ્યનો વિચાર, અને દેશ, હિતની કોઠાસૂઝ હોય તે સ્વાભાવિક છે, વધુમાં વધુ લોકો સક્રિય રાજકારણમાં રસ લેતા થાય તે લોકતંત્રમાં સારી બાબત ગણાય એમાં પણ જો શિક્ષિત યુવાનો આ ક્ષેત્રને સેવાનું માધ્યમ બને તો ભારતની લોકશાહી પણ વિશ્ર્વની સર્વશ્રેષ્ઠ શાસન વ્યવસ્થા બની રહેશે તેમાં બેમત નથી અત્યારે એક પછી એક શિક્ષિત કર્મચારી-અધિકારીઓ થી લઈને સનદી અધિકારીઓ પોતાની કારકિર્દી મૂકીને રાજકારણમાં પ્રવેશવાની જે ધગસ વ્યક્ત કરે છે તે સારી બાબત છે, દેશના દરેક જાગૃત અને સમજદાર નાગરિકને રાજકારણમાં રસ લેવો જોઈએ સારા લોકોને રાજકીય સેવામાં ભાગ લેવાથી દેશનો વહીવટ સુધરે ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટે છે તેમાં બેમત નથી પરંતુ જો શિક્ષિત અને દીક્ષિત લોકો રાજકારણને માલ બનાવવાનું માધ્યમ સમજીને સક્રિય રાજકારણમાં જોડાઈ તો તે ઉન્નતી થી અનેક ગણી અધોગતિનું કારણ બની શકે ફરીથી રાજકારણના પરિપેક્ષ્યમાં આવનારાઓનું વર્ગ અને સ્વરૂપ બદલાયું છે અગાઉ રાજકારણ સાથે રહી રહીને બાહુબલી અને ગુંડાઓને રાજકારણમાં આવવાનો ચસકો લાગ્યો હતો ડાકુઓએ વિધાનસભાઓ અને સંસદ માં પ્રવેશ મેળવ્યો, હવે રાજકારણમાં રસ જગાવનારા નવા વર્ગ તરીકે સનદી અધિકારીઓ આગળ આવ્યા છે રાજકીય લાભ મેં ખૂબ જ નજીકથી જોનારા બ્યૂરોક્રેટ્સ નો રાજકીય પ્રવેશ સારુ ગણવો કે ખરાબ તે તો સમય અને સંજોગો બતાવી શકે અધિકારીઓને રાજકીય પ્રવેશ નો ઉત્સાહ લોકતંત્ર માટે સારી બાબત ગણાય પણ જો નીતિમાં ખોટ હોય અને માત્ર ને માત્ર પૈસા બનાવવા અને લાભ લેવા જજો શિક્ષિત અને અશિક્ષિત લોકો રાજકારણમાં આવવા માટે અધીરા થયા હોય તો તે લોકતંત્ર માટે લાલબત્તી સમાન ગણાશે એવું નથી કે શિક્ષિત અને સનદી અધિકારીઓ લોકતંત્ર માટે જોખમી હોય ભૂતકાળમાં ઘણા લોકસેવકો ઉચ્ચ શિક્ષણ અને દેશ ભાવના રાષ્ટ્ર માટે ખૂબ જ ફાયદાકારક નીવડી હતી આઝાદી પછી ભારતના લોકતંત્ર એ અનેક ચઢાવ-ઉતાર જોયા અગાઉ સેવકો સાંસદ અને ધારાસભ્યો બનતા હતા પછીના ગાળામાં માથાભારે શખ્સો અને ગુંડાઓ નો ઉપયોગ કરીને મહત્વકાંક્ષી લોકો નેતા બન્યા આલાપ જોઈને ગુંડા અને બાહુબલી રાજકારણમાં પ્રવેશ્યા અને હવે રાજકીય લાભ નજીકથી જોનારા સનદી અધિકારીઓમાં રાજકીય સેવાનો ભાવ ઊભો થયો છે ત્યારેઅધિકારીઓનો આ પ્રવેશ દેશ માટે ફાયદારૂપ છે કે નુકસાનકારક એ તો આવનારો સમય જ બતાવશે પણ દેશના રાજકારણમાં ભણેલ-ગણેલ અને અનુભવી નિષ્ઠાપૂર્વક સક્રિય થાય તો લોકતંત્રમાં ચાર ચાંદ લાગી જાય તે વાત પણ નીશક છે
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પાર પડી શકો, નાના યાત્રા પ્રવાસ કરી શકો.
- શિયાળામાં મોજા પહેરીને સૂવું સ્વાસ્થ્યપ્રદ છે કે નહીં?
- Triumphની સૌથી સસ્તી બાઇક Speed T4 હવે બની વધુ સસ્તી..!
- શું વાત છે Kawasaki એ ભારતમાં લોન્ચ કરી Kawasaki Ninja 1100SX કિંમત જાણીને ચોકી જશો…
- kia તેની ન્યુ Kia Syros SUV ટુંકજ સમય માં કરશે ભારતમાં લોન્ચ, જાણો કોને કોને આપશે ટક્કર…
- Jeep અને Citron પણ તેની નવી કાર પર કરી રહી છે વધારો…
- મુંબઈમાં ગેટવે ઑફ ઈન્ડિયા પાસે મોટી બોટ દુર્ઘટનામાં 3ના મોત, 5 ગુમ
- Lookback 2024 Sports: ક્રિકેટની ટોપ 5 અવિસ્મરણીય ક્ષણો