- મોટાવડાના ઇન્ટીમેટ વીલામાં પોલીસે દરોડો પાડતા હાઈપ્રોફાઈલ જુગારધામ પકડાયું : પત્તા ટીચતી પાંચ મહિલાઓ સહિત 11ની ધરપકડ
- ભીમ અગિયારસ નજીક આવતા જ ખેલીઓએ જુગારના પાટલા માંડી દેતાં પોલીસ એક્શન મોડમાં આવી છે. રાજકોટ જિલ્લામાં પોલીસે અલગ અલગ બે દરોડા પાડીને 5 મહિલા ખેલીઓ સહીત કુલ 18 જુગારીઓની ધરપકડ કરી રૂ. 15.79 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પ્રથમ દરોડામાં મેટોડાના મોટાવડા ગામની સીમમાં આવેલા વિલામાં હાઇપ્રોફાઇલ જુગારધામ ચાલતું હોવાની માહિતીને આધારે ડીવાયએસપી સહિતે દરોડો પાડી રાજકોટની પાંચ મહિલા સહિત 11 શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂ.1.20 લાખની રોકડ, ત્રણ કાર, નવ મોબાઇલ, ટોકન સહિત રૂ.15.56 લાખની મતા કબજે કરી વિશેષ કાર્યવાહી કરી હતી.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર મેટાડા નજીક મોટાવડાની સીમમાં ઇન્ટિમેન્ટ વિલામાં હાઇ પ્રોફાઇલ જુગારધામ ચાલતો હોવાની માહિતીને આધારે નવનિયુક્ત ડીવાયએસપી રાણા તેમજ પીએસઆઇ ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા સાવન ભરતભાઇ લાલ (રહે. શીતલ પાર્ક),વિજય મુકેશભાઇ રાણપરા (રહે.પ્રહલાદ પ્લોટ),પ્રતિક પ્રદીપભાઇ પટેલ (રહે.અક્ષરનગર),જય કેતનભાઇ રાજદેવ (રહે.યાજ્ઞિક રોડ જિતેન્દ્ર ડાઇનિંગ હોલ),હિમાંશુ અશ્વિનભાઇ આડેસરા (રહે.શ્રીનાથજી એપાર્ટમેન્ટ), કૌશિક રમેશભાઇ ચૌહાણ (રહે.લક્ષ્મીવાડી),પ્રિયાબેન વિજયભાઇ રાણપરા (રહે.પ્રહલાદ પ્લોટ),ખુશ્બુબેન પ્રતિકભાઇ પટેલ (રહે.અક્ષરનગર), શ્રદ્ધાબેન અશોકભાઇ ચૌહાણ (રહે.મોચીનગર),ભાવનાબેન ચેતનભાઇ રાજાણી (રહે.બાલમુકુંદ સોસાયટી) ને ઝડપી લઇ તેની પાસેથી રૂ.1.20ની રોકડ, ત્રણ કાર,9 મોબાઇલ, ટોકન સહિતની મતા કબજે કરી હતી. ઉલ્લેખનીય છે કે, સાવન તેના વિલામાં જુગારધામ ચલાવતો હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં જસદણના આંબરડી ગામ તરફ જવાનાં રસ્તે જુગારીઓએ જુગારનો પાટલો માંડ્યાની બાતમીને પગલે જસદણ પોલીસે દરોડો પાડતા સાત જેટલાં જુગારીઓ ગોળ કુંડાળુ વળીને જુગાર રમતા ઝડપાયા હતા.
જસદણ પોલોસે કાસકોલીયા તરફના રસ્તે દરોડો પાડતા વિક્રમ રતિલાલ ઓતરાદિયા રહે આંબરડી, વિપુલ ભીખુભાઇ ખીંટ રહે આંબરડી, ઘનશ્યામ લાલજી કમેજળીયા રહે આંબરડી, ભાવેશ પ્રવીણ રાઠોડ રહે આંબરડી, દિપક ભુપત પાડા રહે ગઢાળા ગામ, વિંછીયા, ઠાકરશી કલ્યાણ ઓતરાદીયા રહે આંબરડી આંઉં ગેલા વશરામ ગમારા રહે આંબરડીવાળા સાત ખેલીઓને રોકડ રૂ. 23,300 સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેર એલસીબી ઝોન-1ની ટીમે ઠેબચડા ગામે ધમધમતા જુગારધામ પર દરોડો પાડ્યો
રાજકોટ શહેર એલસીબી ઝોન-1ની પીએસઆઈ બી વી બોરીસાગરની ટીમે આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારના ઠેબચડાગામ ખાતે રહેણાંક મકાનમાં ગંજી પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. એલસીબીએ તુષાર દિનેશભાઇ ભટ્ટી ઉ.વ- 27 રહે.ઠેબચડાગામ, જગદિશસિંહ મંગળસિંહ ઝાલા ઉ.વ.-39 રહે. ઠેબચડાગામ, સંજયભાઇ દેવાભાઇ દુમાદીયા ઉ.વ-37 રહે. ઠેબચડાગામ, રણજીતભાઇ સુરેશભાઇ સરવૈયા ઉ.વ.27 રહે. ઠેબચડાગામ, સંજયભાઇ લાખાભાઇ જાદવ ઉ.વ.30 રહે. ઠેબચડાગામ, હરેશ તળશીભાઈ મોઢવાણીયા ઉ.વ.28 રહે. ઠેબચડાગામ, નરોતમભાઇ ઉર્ફે દિલીપ રમેશભાઇ સરવૈયા ઉ.વ.24 રહે. ઠેબચડાગામ, મનીષભાઈ રમેશભાઈ સોલંકી ઉ.વ.34 રહે. ઠેબચડાગામ, સાગર ઉર્ફે વિજય ગોર્ધનભાઈ સરવૈયા ઉ.વ.30 રહે. ઠેબચડાગામવાળાને રોકડા રૂપીયા 55,200 સાથે ઝડપી લીધા છે.
રાજકોટ શહેર પોલિસના બે દરોડામાં સટ્ટોડિયા સહિત છ જુગારી ઝડપાયા
શહેરની આજી ડેમ ચોકડી નજીક આવેલા તુલશીપાર્ક 1માં રહેતો ભોલેરામ અશ્ર્વિનભાઈ હરીયાણીના મકાનમાં ચાલતા જુગારના અખાડા પર આજીડેમ પોલીસે દરોડો પાડી જુગટુ રમતો ભોલેરામ હરીયાણી સહિત તુલશીપાર્કનો પરષોતમ ધુવા પંચાલ, પ્રકાશ શીવદાસ હરીયાણી, જગદીશ કિશોર સોલંકી અને કિરીટસિંહ ઝાલાને રૂ.21,750ની રોકડ સાથે ઝડપી લીધા છે.
જયારે માલવીયાનગર પોલીસે ગોકુળધામ સોસાયટી 6માં જાહેરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી 20-20 લાઈવ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો ઈસ્કોન મંદિર પાછળ, આદિત્ય 79 એફ વિંગ ફલેટ 602માં રહેતો કીર્દીશ રાજેશભાઈ રાયજાદા નામના શખ્સને બે મોબાઈલ અને બાઈક મળી રૂ. 82 હજારનો મુદામાલ માલવીયાનગર પોલીસે કબ્જે કર્યો છે.