રાજકોટ ગુરુકુલના સ્થાપક શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીના ભાવાંજલિ કાર્યક્રમમાં ૨૨ થી ૨૫ ડિસેમ્બર રાજકોટ બનશે ભક્તિમય
સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના સપક પૂજ્ય શાસ્ત્રી ધર્મજીવનદૃાસજી સ્વામીએ ૧૯૧૭ માં સાળગપુર મુકામે લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય મહારાજ પ્રતિપ્રસાદજી મહારાજ પાસેી સાધુ તરીકેની દીક્ષા ગ્રહણ કરી તેને ૧૦૦વર્ષ પૂર્ણ થાય છે.
સ્વામીજીએ દીક્ષા લીધી તેને ૧૦૦વર્ષ પૂર્ણ તાં હાલમાં રાજકોટ ગુરુકુલની ૩૫ શાખાઓ અને ૨૩૪ સંતોતતા હજારો વિર્દ્યાીઓ અને હરિભક્તોનાતગુરુસને બિરાજતા મહંત સ્વામી સદ્ગુરુ સ્વામી દેવકૃષ્ણદાસજીએ શાસ્ત્રીજી મહારાજને ભાવાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવા સંકલ્પ કર્યો જેને ગુરુકુલ પરિવારના અગ્રગણ્ય સંતો લક્ષ્મીનારાયણ સ્વામી, પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી, દેવપ્રસાદદાસજી સ્વામી, જ્ઞાનસ્વ‚પદાસજી સ્વામી, હરિપ્રિયદાસજી સ્વામી, ઘનશ્યામજીવનદાસજી સ્વામી, પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, સંતવલ્લભદાસજી સ્વામી, શ્ર્વેતવૈકુંઠદાસજી સ્વામી, ભક્તિવલ્લભદાસજી સ્વામી, નારાયણપ્રસાદદાસજી સ્વામી, સ્વયંપ્રકાશદાસજી સ્વામી, ગોવિંદપ્રસાદદાસજી સ્વામી, શ્રીવલ્લભદાસજી સ્વામી, ત્યાગવલ્લભદાસજી સ્વામી, પૂર્ણપ્રકાશદાસજી સ્વામી વગેરે સંતમંડળે વધાવી લીધો અને ભવ્યી અતિભવ્ય ભાવાંજલિ કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું પરિણામે જૂનાગઢ, સુરત, હૈદ્રાબાદ, મુંબઇ, તરવડા, મોરબી, ઉના, સારંગપુર, અમદાવાદ, વગેરે સ્ળોએ ભાવાંજલિ મહોત્સવો ભવ્ય રીતે ઉજવવામાં આવ્યા. અંતિમ અને દશમો ભાવાજંલિ કાયર્ક્રમ શાસ્ત્રીજી મહારાજની કર્મભુમિ રાજકોટમાં ૨૨ થી ૨૫ ડિસેમ્બર-૨૦૧૭ ના રોજ ઉજવવામાં આવશે.
સંતો તથા સ્વયંસેવકોને ભાવાંજલિ કાર્યક્રમની રૂપરેખા અને સલાહ સૂચન કરતા સદગુ‚દેવ કૃષ્ણદાસજી સ્વામીએ કહૃાું હતું કે “સાધુ સમાજનો સેવક છે, એમણે સુખશીલતા અને સ્વચ્છદતાનું બલિદાન આપતા રહેવું પડે છે. પાણી ગંગાનું હોય કે ગોદાવરીનું, નર્મદાનું હોય કે નાળાનું એ છેવટે જવાનું તો સમુદ્રમાં. નદી જેમ વૃક્ષોને લીલાછમ બનાવે છે તેમ સંતોએ મળેલ શરીર અને સમયના સદુપયોગ દ્વારા લાખો લોકોના જીવનને નીતિમય, ભક્તિમય બનાવવાના છે. આપણા ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજે પોતાના જીવન દ્વારા તે કર્યું છે તે આપણે કરતા રહેવાનું.