ગુજરાત વિધાન સભાની ચૂંટણીના આડે દશ મહિના બાકી છે ત્યારે કોંગ્રેસે કરી નવા હોદેદારોની વરણી

મુખ્ય પ્રવકતા તરીકે પુંજાભાઇ વંશ અને વીરજીભાઇ ઠુંમરની નિમણુંક

અબતક, રાજકોટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે દશ મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે રાજયમાં છેલ્લા અઢી દાયકાથી પણ વધુ સમયથી સત્તા વિમુખ કોંગ્રેસે ગુજરાતમાં ફરી સત્તારૂઢ થવાના ઇરાદા સાથે વિધાનસભાના ઉપનેતા, દંડક, ઉપદંડક, પ્રવકતા સહીતના હોદેદારોની નિમણુંક કરી છે. બીજી તરફ લોકસભાની બેઠક વાઇઝ બબ્બે નીરીક્ષકોની પણ નિમણુંક ટુંક સમયમાં કરવામાં આવશે.વિધાનસભાની ચૂંટણી પૂર્વ કાર્યકરોનાં નવા જ ઉત્સાહનો સંચાર કરવા માટે કોંગ્રેસ દ્વારા થોડા મહિના પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અઘ્યક્ષ તરીકે જગદીશભાઇ ઠાકોર અને ગુજરાત વિધાનસભાના નેતા તરીકે સુખરામભાઇ રાઠવાની નિમણુંક કરી હતી.

Punjabhai Vansh

C J Chavda TW 1556712051

દરમિયાન ગઇકાલે સાંજે વિધાનસભાના હોદેદારો, મુખ્ય પ્રવકતા અને પ્રવકતાઓના નામની ધોષણા કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના ઉપનેતા તરીકે શૈલેષભાઇ પરમારને યથાવત રાખવામાં આવ્યા છે. જયારે વિધાનસભાના દંડક તરીકે ડો. સી.જે. ચાવડા અને ઉપ દંડક તરીકે ધોરાજી ઉપલેટાના લડાયક ધારાસભ્ય લલીતભાઇ વસોયાની વરણી કરવામાં આવી છે. મુખ્ય પ્રવકતા તરીકે ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશ અને બાબરા, વડીયા, કુંકાવાવના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરની વરણી કરવામાં આવી છે.

જયારે પ્રવકતા તરીકે ધારાસભ્ય અશ્ર્વિનભાઇ કોટવાલ, ગ્યાસુદિન શેખ, બલદેવજી ઠાકોર, અમરીશભાઇ ડેર, નૌશાદ સોલંકી અને ડો. કીરીટભાઇ પટેલની નિયુકિત કરવામાં આવી છે. નવી નિમણુંકમાં તમામ જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે સૌરાષ્ટ્રને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આ ઉપરાંત ખજાનચી તરીકે નિરંજનભાઇ પટેલ અને આદિવાસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટના ચેરમેનપદે અનંતકુમાર એચ. પટેલન નિમણુંક કરવામાં આવી છે.કોંગ્રેસ રાજયભરમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આગામી દિવસોમાં લોકસભાની બેઠક વાઇઝ બે નીરીક્ષકોની નિમણુંક કરશે જેની જાહેરાત ટુંક સમયમાં કરી દેવામાં આવશે.

સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી છતા લોકસભા બેઠકદીઠ બે નિરીક્ષકોની નિમણુંક

સોશિયલ મીડિયા પર યાદી ફરવા લાગી

Screenshot 4 30

Lalit Vasoya

 

 

 

 

 

ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો માટે કોંગ્રેસ દ્વારા બેઠક વાઇઝ બબ્બે નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી છતા ગઇકાલ સાંજથી સોશિયલ મીડીયામાં એક યાદી ફરી રહી છે. જેમાં બેઠક વાઇઝ બબ્બે નેતાની નિરીક્ષક તરીકે નિમણુંક કરવામાં આવી છે તેવી સત્તાવાર નામો પણ છે. સાથો સાથ આ યાદીમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે નિરીક્ષકોની હાલની પ્રાથમિકતા સભ્ય નોંધણી અને જૂથ મેનેજમેન્ટની રહેશે. કોંગ્રેસના નેતાઓ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલ પક્ષ દ્વારા લોકસભાની બેઠક વાઇઝ નિરીક્ષકોની કોઇ જ નિમણુંક કરવામાં આવી નથી.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.