દેશભરના ૧૯૮૨-૧૯૮૫ સમયના આઈપીએસ અધિકારીઓની સૂચી મંગાવાઈ

સીબીઆઈ અને સરકારના વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે આલોક વર્માને નિર્દોષ જાહેર કર્યા પરંતુ તેમણે રાજીનામુ આપ્યા બાદ સીબીઆઈના વડાનું સ્થાન કોણ સંભાળશે ? આ અંગે હજુ કોઈ નિર્ણય આવ્યો નથી. સીબીઆઈના વડાના ચયન માટે પેનલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોંગ્રેસના નેતા મલ્લીકાર્જૂન અને ચિફ જસ્ટીસ રંજન ગોગોઈ નિર્ણય લેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ૭૦ થી ૮૦ આઈપીએસ અધિકારીઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના પોલીસવડા શિવાનંદ ઝા તેમજ આર.કે.મિશ્રાના નામની ચર્ચાએ જોર પકડયું છે. શિવાનંદ ઝા હાલ ગુજરાતના ડીજીપી છે. તેઓ ૧૯૮૩માં બેચ ઓફિસર રહી ચૂકયા છે.

શિવાનંદ ઝા ઉપરાંત બીએસએફના ડાયરેકટર જનરલ રજનીકાન્ત મિશ્રા, સીઆઈએસએફના જનરલ ડિરેકટર રાજેશ રંજન, એનઆઈએના ડાયરેકટર જનરલ વાય.સી.મોદી અને પોલીસ કમિશનર સુબોધ જયસ્વાલના નામ શોર્ટ લીસ્ટની ચર્ચામાં આવ્યા છે. જો સીબીઆઈના વડાના ચયનમાં સીનીયોરીટીની એટલે કે વરિષ્ટતાની રીતે ચયન કરવામાં આવે તો શિવાનંદ ઝાનું ચયન થાય તેવી શકયતાઓ છે. ૨૦૨૧માં તેઓ રિટાયર્ડ થનાર છે.

એનઆઈએ વાય.સી.મોદી, આરએસએસ તેમજ સીબીઆઈમાં લાંબા સમય માટે સેવા આપી ચૂકયા છે માટે તેઓ પણ સીબીઆઈના વડાની ઉમેદવારી માટે સ્પર્ધા સમાન છે. આલોક વર્માએ રાજીનામુ આપતા રાજકારણમાં ડામાડોળ પરિસ્થિતિ સર્જાઈ હતી. હવે સીબીઆઈના વડા કોણ બનશે તેના નિર્ણય ઉપર દેશભરની નજર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.