વિઘાર્થી ઝાલા દિવ્યરાજસિંહ ૯૯.૩૯ પી.આર. સાથે અવ્વલ: અંગ્રેજી માઘ્યમના છાત્રોએ પણ મેદાન માર્યુ
ધોરણ ૧ થી ૧ર ગુજરાત માઘ્યમ તથા ધો.૧ થી ૧૦ અંગ્રેજી માઘ્યમમાં શિક્ષણ આપતી કુવાડવાની સંસ્થા આર્યવીર સ્કુલના છાત્રોએ ધો.૧૦ ની પરીક્ષામાં ઐતિહાસિક પ્રદર્શન કર્યુ છે.
આ પ્રસંગે અબતકની મુલાકાતે આવેલા સંચાલકો તથા વિઘાર્થીઓએ આ સફળતા તમામ લોકોની મહેનતનું ફળ હોવાનું કહ્યું હતું ધો.૧૦ ગુજરાતી માઘ્યમના ઝાલા દિવ્યરાજસિંહે ૯૯.૩૯ પી.આર., પરમાર રોનકે ૯૭.૯૭ પી.આર. અને નાગર કેયુરે ૯૭.૯૭ પી.આર. મેળવી ઝળહળતી સિઘ્ધી હાંસલ કરી છે.
જયારે અંગ્રેજી માઘ્યમમાં અભ્યા કરતા સોમમાણેક શ્રુતિએ ૯૬.૦૭ પી.આર., સોમમાણેક જયે ૯૫.૪૫ પી.આર. અને ખાચર ઋતુરાજે ૯૫ પી.આર. મેળવી ઐતિહાસિક ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ છે. અંગ્રેજી માઘ્યમના ૧૦ માંથી ૩ વિઘાર્થીઓએ ૯૫ પી.આર.થી વધુ મેળવ્યા છે. ગુજરાતી માઘ્યમમાં ૪ વિઘાર્થીઓએ ૯૫ પી.આર.થી વધુ મેળવ્યા છે. જયારે સ્ુકલના ૩૪ વિઘાર્થીઓએ ૮૦ પી.આર.થી વધુ મેળવી સફળતા હાંસલ કરી છે.