ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલ આર્યન ખાન હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં કેદ છે. બોમ્બે હાઈકોર્ટમાં આજે ફરી આર્યનના કેસની સુનાવણી થઈ રહી છે. 20 ઓક્ટોબરે મુંબઈ સેશન્સ કોર્ટે આર્યનની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને 30 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. પરંતુ આ દરમિયાન આર્યનના વકીલે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી આજે થઈ રહી છે. બધાની નજર કિંગખાનના ‘લાડલા’ને આખરે આજે જમાનત મળશે કે કેમ ? તે પર છે. શાહરૂખ ખાનના પુત્રને જામીન મળશે કે પછી હજુ તેને જેલમાં રહેવું પડશે..?
આર્યન ખાનના વકીલ મુકુલ રોહતગીએ જામીન અરજીની સુનાવણી શરૂ થયા પછી બોમ્બે હાઈકોર્ટ સમક્ષ દલીલમાં જણાવ્યું હતું કે તેમનો પક્ષકાર આર્યન આરોપી નથી. આર્યન પાર્ટીમાં માત્ર મહેમાન હતો. પ્રદીપ ગાબાએ તેને પાર્ટીમાં બોલાવ્યો હતો. અરબાઝના શૂઝમાંથી ડ્રગ નીકળ્યું હતું. આર્યનની ધરપકડ ખોટી રીતે થઈ છે. વકીલ મુકુલ રોહતગીએ વધુમાં જણાવ્યુ કે અતિથિ તરીકે ક્રુઝ પર આમંત્રિત કરવામાં આવ્યો હતો. હકીકતમાં, તેની પાસેથી કોઈ ડ્રગ્સ મળી આવ્યું નથી. 23 દિવસ વીતી ચૂક્યા, કેસમાં અત્યાર સુધી કોઈ જપ્તી નહીં, તો પછી આર્યનની ધરપકડ કેમ? તેમ વકીલ મુકુલ રોહતગી પ્રશ્નો ઉઠાવ્યા છે.
મુંબઈ ડ્રગ કેસમાં સમીર વાનખેડેની ભૂમિકાને લઈને NCP અને BJP વચ્ચે શાબ્દિક દ્વંદ્વયુદ્ધ શરૂ થયું. જ્યારે નવાબ મલિકે જાહેરાત કરી હતી કે તેઓ એજન્સીના વડાને NCB અધિકારીના દુષ્કૃત્યો અંગેનો પત્ર સોંપશે, ભારતીય જનતા પાર્ટીના મોહિત કંબોજે દાવો કર્યો કે મહારાષ્ટ્રના મંત્રીએ પોતાના જમાઈને બચાવવા માટે પોતે આ પત્ર લખ્યો હતો, જેની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.
ડ્રગ્સનો કેસ એક વકીલે પણ જાહેર અધિકારીને ધમકાવવા બદલ મલિક વિરુદ્ધ ફોજદારી ફરિયાદની માંગણી કરવા મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો છે.બોમ્બે હાઇકોર્ટમાં આજે વકીલ રોહતગીની સાથે વરિષ્ઠ વકીલ રૂબી સિંહ આહુજા અને સંદીપ કપૂર, કરંજાવાલા એન્ડ કંપનીના ભાગીદારો પણ બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના 23 વર્ષના પુત્ર માટે હાજર રહ્યા છે.