જરૂરીયાત મંદ બાળકોના ચહેરા પર આવેલી સ્માઇલ આવા ઉમદા કાર્યો કરવાની પ્રેરણા આપે છે
દિવાળીના પાવન અવસર રપર ચારેકોર ખુશીઓનું વાતાવરણ હોય છે આ પર્વ બધા જ પર્વ કરતા શ્રેષ્ઠ માનવામાં આવે છે. કેમ કે આ તહેવારમાં નાના મોટા ગરીબ અમીર બધા ભેગા થઇ એકબીજાની ખુશી આપવાની કોશિષ કરે છે. બાળકો આ પર્વે ખાવુ પીવું અને મોજ મસ્તી કરી આનંદ માણે છે. ફટાકડા, નવા કપડા, મીઠાઇઓ અને કંઇ કેટલીયે વસ્તુઓથી બાળકો આ દિપોત્સવના પર્વની ઉજવણી કરે છે.
માતા-પિતા કે પરિવાર સાથે રહેતા બાળકો દિવાળીના દિવસોને ખુબ જ ઉત્સાહથી ઉજવે છે. કેમ કે તેની પાસે માતા-પિતા પરિવાર અને તેની માંગણીને પુરી કરી શકે તેટલા પૈસા પણ હોય છે તો બીજી તરફ એવા પણ કેટલાક બાળકો છે જે આ પર્વમાં માત્ર અન્ય બાળકોને જોઇને ખુશ થાય છે.
અહી વાત છે એવા બાળકોની જે અનાથ આશ્રમમાં કે પછી ઝુંપડપટ્ટીમાં રહે છે. અને દરેકે દરેક જરુરીયાત માટે તેને કોઇ અન્ય ઉપર આધાર રાખવો પડે છે. જો કે ભારત વસુધૈય કુટુંમ્બકમની ભાવના પર આધારીત છે. જો અન્ય દેશના લોકોને ભારતમાં રોટલો અને ઓટલો બન્ને મળી રહે તો પછી આવા અબુઘ્ધ બાળકો તહેવાર ની ઉજવણી શા માટે ન કરી શકે…?
આવા જ ઉમદા વિચાર સાથે રાજકોટની આર્યા વિઘાપીઠ દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. સ્કુલમાં જ દિવડા ડેકોરેટ કરી તેનું સુંદર પેકીંગ કરી ઘરે ઘરે વેચાણ કર્યુ અને તેમાંથી જે રકમ એકઠી થઇ તે રકમમાંથી મીઠાઇ, ફટાકડા, રમકડા, સ્ટોટર્સ ઇકવીપમેન્ટ અને કપડા, શુઝ ખરીદી તેનું વિતરણ સ્લીમ વિસ્તારો મંદબુઘ્ધિના બાળકોને તેમજ અનાથ આશ્રમ અને જરુરીયાત મંદ બાળકોને કરવામાં આવ્યું બાળકો દ્વારા અન્ય બાળકો માટે ઉભી થયેલી આ પ્રેમ ભાવના લાગણી બાળકો ને વધુ કંઇક કરવાનું પ્રોત્સાહન આપ્યું.આ અંગે આર્યા વિઘાપીઠના પ્રિન્સીપાલ સુરજસિંહ રાઠોડે કહ્યું કે, સ્કુલે આવતા બાળકોએ ઘણી જગ્યાએ અન્ય બાળકોને જોયા હતા અને તેમના માટે તેમને કંઇક કરવાની ભાવના હતી. બાળકોએ આવીને કહ્યું કે આપણે આવા બાળકો માટે કંઇક કરવું છે ત્યારે તેમની આ લાગણીને માન આપી તેમણે જ આપેલા સજેશન પ્રમાણે અમે સ્કુલ અવર પછી એકસ્ટ્રા અવર્સમાં આ દીવા ડેકોરેશનનું કામ ઉપાડયું અને ડેકોરેશન બાદ ચાર દીવાનું એક પેકેટ બનાવી સ્કુલના બાળકોએ તે ઘરે ઘરે જઇ વેચાણ કર્યુ અને તેનાથી જે પૈસા ભેગા થયા તેમાંથી સ્લમ વિસ્તારના બાળકોને ફુડ પેકેટ, દિવાળી ગ્રીફટ આપી જેનાથી બંને બાળકો ખુબ જ ખુશ થયા.અમે જયારે દિવાનું સેલીંગ કર્યુ અને તેમાંથી જે પૈસા મળ્યા તેની વસ્તુ લઇ જયારે અમે જરુરીયાતમંદ બાળકોને આપ્યા અને તેમના ચહેરા પર જે સ્માઇલ આવી તે જોઇને અમને અમારું કામ સફળ થયાનો આનંદ મળ્યો આ અંગે વધુ જણાવતી ત્રીજા ધોરણમાં ભણતી આર્યએ કહ્યું કે, સ્કુલ અવર પછી પણ માત્ર દીવા ડેકોરેટ કરવા અમે બધા ભેગા થતા અને દીવા વેચ્યા બાદ અને વસ્તુ લઇને ઝુપડપટ્ટીના બાળકોને આપી આ વસ્તુઓ રમકડા, કપડા અને ફુડ જયારે અમે આપી રહ્યા હતા ત્યારે તે બાળકોના ચહેરા પર સુંદર સ્માઇલ જોવા મળી જેનાથી અમને વધુ કંઇ કરવાની પ્રેરણા મળી. આ કાર્ય અમે દર વર્ષે કરશું તેવું અમે નકકી કર્યુ છે.છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમે સ્લમ વિસ્તાર અને અનાથ આશ્રમોમાં દિવાળીની ભેટ આપી રહ્યા છીએ તેવું કહેતી આઠમાં ધોરણની વિઘાર્થીની ઋતુએ કહ્યું કે, અમે બે વર્ષ પહેલા સ્પોટર્સ ના સાધનો અનાથ આશ્રમમાં આપ્યા હતા. અને આ કાર્યની વધુ પ્રેરણા મળી હતી આ વર્ષે અમે
ધોરણ ૧ થી ૧૦ સુધીના વિઘાર્થીઓએ ભેગા થઇ આ ભગીરથ કાર્ય કર્યુ છે. મને ખુબ જ આનંદ છે કે અમારું ભણતર તો અમને કામ લાગશે પણ આ ગણતર અમારા જીવન ઘડતરમાં પણ કામ લાગશે.