આર્ય સ્કૂલ્સને લંડનમાં ઈન્ડિયા અઆઉટરીચીંગ પાર્ટનરના સહયોગથી આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થા જી.પી.ટી.એસ. ઈન્સ્ટીટયુટ દ્વારા ગ્લોબલ લીગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આર્ય સ્કૂલ્સના ડાયરેકટર, પ્રિન્સીપાલ સુરજસિંહ રાઠોડને ટ્રોફી અને સર્ટીફીકેટથી સન્માનિત કરાયા હતા.
લોડર્સ ઈ.યુ.સમિતીના સભ્ય સ્વરાજ પોલ તથા બોરનીસ વર્મા તથા અતિ પ્રતિષ્ઠિત લોકોની તથા ભારતની ખ્યાતનામ સ્કૂલના પ્રતિનિધિઓની હાજરીમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.પ્રિન્સીપાલ સુરજસિંહ રાઠોડે જણાવ્યું કે, આર્ય સ્કૂલ્સ માટે ગર્વની વાત છે કે સ્કૂલને જીપીટીએસ દ્વારા ગ્લોબલ લીગ ઈન્સ્ટીટયુટના રૂપમાં ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ છે.
આર્ય સ્કૂલ્સની આખી ટીમની સતત મહેનત અને બાળકોની યોગ્યતાના પરીણામ સ્વ‚પ આ પુરસ્કાર સંસ્થાને મળ્યો છે. ગ્લોબલ લીગ ઈન્સ્ટીટયુટ સર્ટીફીકેટ તે સંસ્થાઓને પ્રાપ્ત થતું હોય છે જે વિદ્યાર્થીઓને ખુબ જ સારું શિક્ષણ પુરુ પાડે છે. એક સર્વોતમ સંસ્થાને માત્ર સારા અભ્યાસક્રમ, ઈન્ફ્રાસ્ટ્રકચર, વિદ્ધાનો અને સમર્પણથી નિર્ધારીત નથી કરવામાં આવતું, પરંતુ સ્ટુડન્ટને સંતોષકારક અભ્યાસ પ્રાપ્ત થાય એ પણ જરૂરી હોય છે.
ગ્રેટ પ્લેસ ટુ સ્ટડી રીસર્ચ ઈનસ્ટીટયુટના ચીફ એકસીકયુટીવ ઓફિસર અને ફાઉન્ડર શેખર એ.ભટ્ટાચાર્યએ આ અવસર પર કહ્યું હતું કે, જીપીટીએસમાં સર્ટીફીકેશન માટે એક સંસ્થાનો દ્રઢ સંકલ્પ અને પ્રતિબદ્ધતાની જરૂરીયાત છે. જીપીટીએસ એક આંતરરાષ્ટ્રીય ઓડીટીંગ ફર્મ છે. ગ્લોબલ લીગ એવોર્ડ લંડન ખાતે હાઉસ ઓફ કોમન્સમાં આર્ય સ્કૂલ્સને ૫ બેન્ડમાંથી ૪.૭ બેન્ડ મળેલ છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. સ્કૂલના પ્રિન્સીપાલ સુરજસિંહ રાઠોડ હાઈલી ઈફેકટીવ પ્રિન્સીપાલનો એવોર્ડ મેળવી ચુકેલ છે. એ ઉપરાંત સ્કૂલના વિદ્યાર્થીઓ ઈન્ડિયા બુકસ ઓફ રેકોર્ડમાં તેમનું તથા સ્કૂલનું નામ નોંધાવી ચુકયા છે.