કોરોના પોઝિટિવ દર્દીઓ માટે સર્વ પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનું ગાંધીનગરથી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ: સેન્ટરમાં આયુર્વેદાચાર્ય ડો. હિતેષભાઇ જાની અને ટીમ દર્દીઓને સારવાર આપશે
અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ભારતમાં પ્રથમ શતમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનો રાજકોટના પેટ્રીયા સ્યુટ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેન્ટરમાં આયુર્વેદાચાર્ય ડો. હિતેષભાઇ જાની અને ટીમની દેખરેખ હેઠળ દર્દીઓને સારવાર આપવામાં આવશે. આ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનું ગાંધીનગરથી વિજયભાઇ રૂપાણીએ હસ્તે ઇ-લોકાર્પણ કર્યુ હતું.
વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના ભારતભરનાં સર્વપ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરને શુભકામના પાઠવું છું. કોરોના રોગ સામે જીત મેળવવા દરેક વ્યકિતએ પોતાની રોગપ્રતિકારક શકિત વધારવી જરુરી છે. વૈશ્ર્વિક ક્ષેત્રે પ્રસ્થાપિત થયું છે કે કોરોના જેવી મહામારીમાં યોગ, પ્રાણાયામ, સુર્યનમસ્કાર જેવી ભારતીય પરંપરા પઘ્ધતિ ખુબ જ સફળ નીવડી છે. કોરોના વાયરસ સામે લડીને રોગ પ્રતિકારક શકિત વધારવા આયુર્વેદિક ઉકાળા, આયુર્વેદિક દવા તેમજ પંચગવ્ય સારવાર ખુબ જ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ત્યારે ભારતનું સર્વપ્રથમ શતમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર કોરોના દર્દીઓને સાજા કરવામાં ખુબ જ મહત્વનું સાબિત થશે. આ તકે વિશેષ ઉલ્લેખ કરતા ડો. કથીરીયાએ જણાવ્યું હતું કે કોરાના મહામારીની શરૂઆતથી ભારત સરકારના આરોગ્ય મંત્રાલય, આયુષ મંત્રાલય, આયુષ મંત્રાલય, આઇસીએમઆર અને અન્ય પંચગવ્ય આયુર્વેદ સંસ્થાઓ સાથે પરામર્શ કરી પ્રધાનમંત્રી મંત્રી નરેન્દ્રભાઇ મોદીના સતત માર્ગદર્શન હેઠળ એક આયુષ ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી, જેમ કોરોનાની રસી શોધવા માટે રીસર્ચ થઇ રહ્યું છે. તેમ ભારતના પ્રાચીન આયુર્વેદ ગ્રંથો અને શાસ્ત્રોના સંદર્ભ દ્વારા વર્તમાન ટેકનોલોજી જોડીને રીચર્સ ગાઇડ લાઇન મુજબ કોરોનાને રોકવા- પ્રિવેન્ટીવ અને ઇમ્યુનીટી વધારવા પ્રમોટીવ ઉપાયો કે જે તદ્દન નિર્દોષ છે. તે દ્વારા સારવાર કરવા તથા વૈજ્ઞાનિક પ્રોટોકોલ મુજબ કલીનીકલ રીચર્સ ટ્રાયલ અર્થે ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી છે.
ઘર સિવાય રહેવા માટેનું એક અત્યાધુનિક ઘર એટલે શતમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરમાં કોરોનાન મ્હાત આપવા શુઘ્ધ અને સાત્વિક આહાર, સ્વચ્છ રહેણાંક, શ્રેષ્ઠ સારવાર, ઉત્કૃષ્ટ દિનચર્ચાની સાથે દૈનિક યોગ, પ્રાણાયામ અને વ્યાયામની સુવિધા છે. આ પ્રસંગે હિન્દુ આચાર્ય સભાના સંયોજક પરમાત્માનંદ સરસ્વતીજીએ આર્શીવચન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ડો. વલ્લભભાઇ કથીરીયા, ટ્રસ્ટના ટ્રસ્ટી હંસિકાબેન મણીઆર, આચાર્ય પરમાત્માનંદ સરસ્વતીજી, કલ્પકભાઇ મણીઆર, ડો. હિતેશભાઇ જાની, ડો. મનીશભાઇ ગોસાઇ અને સમગ્ર ટીમ ઉ૫સ્થિત રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આયુર્વેદ- પંચગવ્યના નિષ્ણાંત અને વિશ્ર્વ પ્રખ્યાત જામનગર સ્થિત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સીપાલ અને લોકાર્યુવેદના પ્રણેતા ડો. હિતેશભાઇ જાનીએ કર્યુ હતું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે શુભારંભનો કાર્યક્રમ ફેસબુક લાઇવમાં https://www.facebook.com/ PatriaSuitesRjkotIndia દેશ-વિદેશથી સંખ્યાબંધ લોકો જોડાયા હતા. વધુ માહીતી શતમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર, એરપોર્ટ રોડ, મો. નં. ૯૪૨૮૨ ૨૨૨૨૨ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રાજકોટને પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરની મંજુરી મળી છે: કલ્પકભાઇ મણીયાર
અરવિંદભાઇ મણીઆર ટ્રસ્ટના ટ્રસ્ટી કલ્પકભાઇ મણીઆરે ‘અબતક’ને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે રાજકોટને પ્રથમ આયુવેદિક કોવિડ કેર સેન્ટરની મંજુરી મળી ત્યારે શતક આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર શરૂ કરી શકયા છીએ જેમાં ડોકટરોની સતત દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવશે અને તેમ છતાં દર્દીને વધુ સમસ્યા જણાશે તો અહીં ચોવીસ કલાક એલોપેથી તબીબોની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ અંગે કલ્પકભાઇએ વધુમાં જણાવ્યું હતું કે અહીં ફાઇવસ્ટાર જેવી ઉત્તમ સુવિધા આપવામાં આવશે અને તેમ છતાં દિવસભરના રૂ. ૩૫૦૦ સેમી સ્પેશ્યિલ તથા રૂ. ૪૫૦૦ માં સ્પેશિયલ રૂમની ઉત્તમ સગવડ આપવામાં આવશે.
પંચગવ્યને સાચા અર્થમાં વિશ્વ સમક્ષ મૂકી શકીશું: ડો. વલ્લભભાઇ કથીરીયા
આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરમાં પ્રારંભ અંગે ડો. વલ્લભભાઇ કથીરીયાએ ‘અબતક’ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે કોવિડ-૧૯ ની સારવારમાં આયુવેદિક દવાઓ અને ઉકાળાનું સેવન વધુ અસરકારક નીવડશે. આયુર્વેદને પ્રસ્થાપિત કરવા દર્દીઓને હોમ આઇસોલેશનની જરૂર છે. હોસ્પિટલાઇઝેશનની જરૂર નથી. ત્યારે આ સેન્ટરમાં દર્દીને દાખલ કર્યા બાદ તેનો પૂરો રેકોર્ડ રાખવામાં આવશે. ટેસ્ટીંગ કરવામાં આવશે અને તેનું ફોલોઅપ કરવામાં આવશે. પંચગવ્ય વડે દર્દીને સાજા કરવા માટેના ઉત્તમ પ્રયાસ કરાશે. પંચગવ્ય એટલે ગાયનું દૂધ, ઘી, ગોબર, ગૌમૂત્ર અને આયુર્વેદિક દવાનો સમન્વય આ સારવારથી દર્દીની રોગ પ્રતિકારક શકિત વધશે અને આવા રોગના જીવાણુઓનો નાશ થશે. આમ પંચગવ્યને સાચા અર્થમાં વિશ્વ સમક્ષ મૂકી શકીશું.