નાગરિક બેન્ક લિ.માં જાગૃત કર્મચારી મંડળનાં પ્રમુખ ઉમેદભાઇ જાનીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો: ૬૧ ફુટનો હાર પહેરાવી બ્રહ્મસમાજનાં આગેવાનોએ સન્માન ર્ક્યું
રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.માં જાગૃત કર્મચારી મંડળનાં પ્રમુખ ઉમેદભાઇ જાનીનો નિવૃત્તિ સન્માન સમારોહ બેન્કની હેડ ઓફિસ ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’ ખાતે યોજાયો હતો.
બેન્કનાં ચેરમેન નલિનભાઇ વસાએ પ્રાસંગિકભાઇ જણાવ્યું હતું કે, ‘ઉમેદભાઇ અને મારી, કાર્યની શરૂઆત સાથે થઈ તેમણે જાગૃત કર્મચારી મંડળનાં પ્રમુખ તરીકે અને મારે બેન્કનાં અધ્યક્ષ તરીકે જવાબદારી આવી. પરંતુ એક વાતનો આનંદ છે કે તેમની સાથે કાર્ય દરમ્યાન એક પણ વખત અફસોસ થાય કે દુ:ખ થાય તેવો એક પણ પ્રસંગ નથી. ખૂબ જ આનંદીથી સાથે મળીને કાર્ય કર્યું છે અને તે માટે સમાન વિચારધારા કહી શકાય. આપણાં જીવનમાં જ્યારે પણ તક મળે ત્યારે તે કોઇ વ્યક્તિ વિશેષ નહિ પરંતુ તેમના ગુણને આપણા જીવનમાં ઉતારવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ.
ઉમેદભાઇ જાનીને જણાવ્યું હતું કે, ‘મારી શરૂઆત અરવિંદભાઇ મણીઆરની સાથે કામ કરવાી ઇ. તેમનું સમય પાલન, કુનેહ, સેવાની ભાવના, સંપુર્ણતાના ચીલો ચાતરી આગળ વધતાં પ્રતાપભાઇ કોટક-જનકભાઇ કોટકે મારું ઘડતર ર્ક્યું. તેઓ કહેતાં સેવા કરવામાં સમય ન જોવાનું હોય. તેઓ સાથે કામ કરતાં શીખવા મળ્યું. કોઇ પ્રશ્ર્ન હોય કે રજુઆત હોય સહુ કહે કે વડિલો પાસે જાવ એ તેનો રસ્તો કાઢી આપશે અને ખરેખર દરેક વખતે એમ જ થયું છે. જાગૃત કર્મચારી મંડળમાં વિવિધ અધિકારીઓની સલાહકાર ટીમે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે તે ખાસ યાદ કરવું રહ્યું.
આ સમારોહમાં નલિનભાઇ વસા, જીવણભાઇ પટેલ, ટપુભાઇ લીંબાસીયા, ડાયાભાઇ ડેલાવાળા, અર્જુનભાઇ શિંગાળા, હરિભાઇ ડોડીયા, શૈલેષભાઇ ઠાકર, જીમ્મીભાઇ દક્ષીણી, દિપકભાઇ મકવાણા, સુનિલભાઇ રાઠોડ, વિનોદ શર્મા, મનીષાબેન જાની, કુશલભાઇ જાની, આમંત્રિતો અને બહોળી સંખ્યામાં નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. નાફકબનાં ચેરમેન જ્યોતીન્દ્રભાઇ મહેતા અને બેન્કનાં પૂર્વ ચેરમેન અને ડિરેકટર કલ્પકભાઇ મણીઆરે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
આ પ્રસંગે વિશેષમાં ૬૧ ફુટનો હાર પહેરાવી બ્ર્રહ્મસમાજનાં આગેવાનોએ સન્માન ર્ક્યું હતું.
આ તકે જીવણભાઇ પટેલ, ગિરીશભાઇ ભુત, ટી. સી. વ્યાસ, કિશોરભાઇ મુંગલપરા, ભીમજીભાઇ ખૂંટ, હરીશભાઇ શાહ, નિલેશભાઇ શાહ, મનસુખભાઇ ગજેરા અને જીજ્ઞાસાબેન જાનીએ પ્રાસંગિક વાત-સંસ્મરણો રજુ ર્ક્યા હતા.
આભારદર્શન જયંતભાઇ રાવલે અને સરળ, સફળ અને કાવ્યાત્મક શૈલીમાં સંચાલન કિરીટભાઇ કાનાબારે ર્ક્યું હતું.