અરવિંદભાઈના ૮૭માં જન્મદિવસના ઉપલક્ષ્યમાં ‘દોસ્ત હું ગુજરાત છું’ કાર્યક્રમ યોજાશે: વિવિધ મહાનુભાવો ઉપસ્તિ રહેશે

રાજકોટનાં પ્રથમ ચુંટાયેલા મેયર અને શહેરના વિકાસના શિલ્પી અરવિંદભાઇ મણીઆરની સ્મૃતિમાં દર વર્ષે તેમના જન્મદિવસ પાંચ ઓક્ટોબરે અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે સાંસ્કૂતિક કાર્યક્રમનું આયોજન કરી તેમને ભાવાંજલિ આપવામાં આવે છે. ચાલુ વર્ષે અરવિંદભાઇના ૮૭માં જન્મદિવસના ઉપલક્ષ્યમાં તા. ૧૦ ઓક્ટોબરને ગુરૂવારે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદના ‘ક્રિશ’ ગ્રુપ તરફી ‘દોસ્ત, હું ગુજરાત છું.’ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ગીત-સંગીત અને નૃત્યના માધ્યમી ગુજરાતની સાંસ્કૃતિક, વિરાસત, સાહસિકતા ઇત્યાદિ બાબતોને આવરી લેવામાં આવી છે. રાજકોટમાં ટ્રસ્ટના ઉપક્રમે ‘દોસ્ત હું ગુજરાત છું’ કાર્યક્રમ સૌપ્રથમ યોજાઇ રહ્યો છે. તેનું સંકલન કવિ-ઉદ્ઘોષક તુષાર શુકલે ર્ક્યું છે. બાવીસ ઉપરાંત કલાકારો ઉપરોક્ત કાર્યક્રમમાં સામેલ ઇ ગુજરાતના વારસા અને વૈભવને મંચ ઉપર જીવંત બનાવે છે.

તા. ૧૦મીએ ગુરૂવારે રાત્રે ૯.૧૫ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે ઉક્ત કાર્યક્રમ યોજાનાર છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન કેન્દ્રના રાજ્યકક્ષાના કૃષિ મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલાના હસ્તે કરવામાં આવશે. મુખ્ય મહેમાન તરીકે રાજકોટના પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ, કલેકટર રમ્યા મોહન, અગ્રણી ઉદ્યોગપતિઓ અરવિંદભાઇ દોમડીયા અને મૌલેશભાઇ ઉકાણી ઉપસ્તિ રહેશે.

અરવિંદભાઇ મણીઆર સાથે કામ કરી ગયેલ પાંચ મહાનુભાવોનું દર વર્ષે ટ્રસ્ટ તરફી શાલ અને મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવે છે. આ વર્ષે ભરતભાઇ પરમાર, બકુલભાઇ વૈધ, અશ્ર્વિનભાઇ ભીમાણી, નાગજીભાઇ ખારેચા અને મનસુખભાઇ શ્રીમાંકરનું મહાનુભાવોનાં હસ્તે સન્માન કરવામાં આવશે. કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. વલ્લભભાઇ કીરીયા, ટ્રસ્ટી હંસિકાબેન મણીઆર, જ્યોતીન્દ્રભાઇ મહેતા, શિવુભાઇ દવે, કલ્પકભાઇ મણીઆર, જયંતભાઇ ધોળકીયા, નિલેશભાઇ શાહ, કમલેશભાઇ મહેતા, લક્ષ્મણભાઇ મકવાણા, સંજયભાઇ મોદી, પ્રભાતભાઇ ડાંગર, રમેશભાઇ પરમાર, ઇન્દ્રવદનભાઇ રાજયગુરૂ, જહાનવીબેન લાખાણી, રાજુલભાઇ દવે, હસુભાઇ ગણાત્રા, ગુણવંતભાઇ ભટ્ટ, જીજ્ઞેશનભાઇ લાંધણોજા, ભરતભાઇ અનડકટ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.