વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી સહિતનાની ઉપસ્થિતિ
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, ગુજરાતના પૂર્વ પ્રાંત સંઘ ચાલક અને સૌના પ્રેરણા સ્ત્રોત ડો. પી. વી. દોશી (પૂ. પપ્પાજી)ની જન્મ જયંતિએ દિવ્યાંગ બાળકોની સંવેદનાઓને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે.. સ્નેહ સ્પર્શ કાર્યક્રમ તા.05 ને શુક્રવાર બપારે 3-00 કલાકે હેમુ ગઢવી હોલ, ટાગોર માર્ગ, રાજકોટ ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં શ્રોતાઓએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરેલ હતા.કાર્યક્રમનું ઉદ્ઘાટન મંત્રી,વાહન વ્યવહાર અરવિંદભાઈ રૈયાણી એ કરેલ હતું. અને અતિથિ વિશેષ તરીકે અનિલભાઈ દેસાઈ, સહ સંયોજક, ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલ ઉપસ્થિત રહ્યાં હતાં.મુખ્ય મહેમાન તરીકે ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય, ડો. દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર, રા.મ્યુ. કોર્પો., ડો. કેતનભાઈ બાવીસી ટ્રસ્ટી, વિરાણી બહેરા મુંગા શાળા, મહેશભાઈ કોટક ચેરમેન, અપના બજાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.ડો. વલ્લભભાઈ કથીરિયા,મેનેજીંગ ટ્રસ્ટી અને પ્રોજેકટ ઇન્ચાર્જ જાહ્નવીબેન લાખાણી, નિલેશભાઇ શાહ, પ્રભાતભાઇ ડાંગર અને અરવિંદભાઈ મણીઆર જન કલ્યાણ ટ્રસ્ટના કાર્યકરો વિગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે મહેનત કરી હતી.