- રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના હસ્તે ખાતમુહુર્ત
- રેસકોર્ષ સંકુલમાં ફુટબોલ ગ્રાઉન્ડ અને હોકી ગ્રાઉન્ડ વચ્ચે વ્યુંઇંગ ગેલેરી, ઇન્ડોર સ્ટેડિયમમાં બેડમિન્ટન કોર્ટના વુડન ફલોરીંગના કામનું મહાનુભાવોના હસ્તે કરાયું ખાતમુહુર્ત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.02માં રેસકોર્ષ સંકુલમાં ફૂટબોલ ગ્રાઉન્ડ અને હોકી ગ્રાઉન્ડ વચ્ચે વ્યુઈંગ ગેલેરી તેમજ ‘શ્રી વીર સાવરકર’ ઇન્ડોર સ્ટેડીયમમાં બેડમિન્ટન કોર્ટમાં વુડન ફ્લોરીંગ કરવાના કામનું તથા વોર્ડ નં.03માં જ્યુબીલી ગાર્ડનમાં આવેલ ‘શ્રી અરવિંદભાઈ મણીઆર’ હોલનું નવીનીકરણ કરવાના કામનું ખાતમુહૂર્ત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના વરદ્ હસ્તે કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.
રેસકોર્ષ સંકુલમાં ફૂટબોલ ગ્રાઉન્ડ અને હોકી ગ્રાઉન્ડ વચ્ચે વ્યુઈંગ ગેલેરીના કામમાં એથ્લેટ લોન્જ, મેડીકલ રૂમ, મેનેજર રૂમ, અમ્પાયર રૂમ, પેન્ટ્રી રૂમ, વેઈટીંગ લોન્જ, વિ.આઇ.પી. લોન્જ, કોચ ઓફીસ, મીડિયા રૂમ, કોન્ફરન્સ રૂમ, મેલ-ફીમેલ ટોયલેટ વિગેરેનો સમાવેશ કરેલ છે.
બેઠક વ્યવસ્થા – ફુટબોલ ગ્રાઉન્ડ – 670, હોકી (ફસ્ટ ફલોર) – 335ની રહેશે.
શ્રી વીર સાવરકરઇન્ડોર સ્ટેડીયમમાં બેડમિન્ટન કોર્ટનું સિન્થેટીક ફલોરીંગ ઘણું જ ખરાબ થઇ ગયેલ હોઈ, જે માટે મેપલ વુડન ફલોરીંગ કરવામાં આવનાર છે.નેશનલ કક્ષાના 4 (ચાર) બેડમિન્ટન કોર્ટ તૈયાર થશે. નેશનલ સ્પર્ધાનું આયોજન થઇ શકશે. વોર્ડ નં03માં જ્યુબીલી ગાર્ડનમાં આવેલ ‘શ્રી અરવિંદભાઈ મણીઆર’ હોલનું નવીનીકરણ કરવાના કામમાં ઇંટીરીયર વર્ક (ફર્નીચર ફોલ સીલિંગ), સંપુર્ણ નવી બેઠક વ્યવસ્થા- બાલકની સાથે 637, પ્લમ્બિંગ કામ, ઇલેક્ટ્રીક કામ, ઇંટઅઈ કામ, ફાયર સિસ્ટમ, સિવિલ રીપેરીંગ કામ (ટોઇલેટ બ્લોક ફ્લોરીંગ વિગેરે)નો સમાવેશ થાય છે. વોર્ડ નં.02માં રેસકોર્ષ સંકુલમાં ફૂટબોલ ગ્રાઉન્ડ અને હોકી ગ્રાઉન્ડ વચ્ચે વ્યુઈંગ ગેલેરી તેમજ ‘શ્રી વીર સાવરકર’ ઇન્ડોર સ્ટેડીયમમાં બેડમિન્ટન કોર્ટમાં વુડન ફ્લોરીંગ કરવાના કામનું તથા વોર્ડ નં.03માં જ્યુબીલી ગાર્ડનમાં આવેલ ‘શ્રી અરવિંદભાઈ મણીઆર’ હોલનું નવીનીકરણ કરવાના કામનું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઇ રાડિયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, વિનુભાઈ ઘવા વગેરે ઉપસ્થિત રહેલ.