વિધાનસભા ૬૮માં આવતો વોર્ડ નં.૦૩માં ધારાસભ્ય અરવિંદ રૈયાણીની ભલામણથી સુચવેલ કામો મંજુર કરતા જેમાં સંતોષીનગર વિસ્તારમાં શેરી નં.૧૦ થી ૧૬માં રૂ.૨૧,૭૫,૦૦૦/-ના ખર્ચે સી.સી.રોડ, સંતોષીનગર શેરી નં.૧ થી ૯માં રૂ.૩૦,૦૦,૦૦૦/-ના ખર્ચે સી.સી.રોડ, પોપટપરા રેલનગર ટી.પી. નં.૨૩/૨૪ના બગીચા માટેની દીવાલ રૂ.૧૩,૯૦,૦૦૦/-, સાધુવાસવાણી મેઈન રોડ બગીચા માટે પ્લોટ નં.૨૯અ દીવાલ માટે રૂ.૧૪,૭૦,૦૦૦/-, પોપટપરા ટી.પી.સ્કીમ નં.૨૪ના બગીચા માટે રૂ.૧૨,૩૫,૦૦૦/-, પોપટપરા શેરી નં.૯/૧૨ શહેનાઝ મંદિર ખાતે રૂ.૫,૭૫,૦૦૦/-ના ખર્ચે તેમજ વાલ્મીકી વાડી સ્લમ ક્વાટર્સ, પરસાણાનગર વિસ્તારમાં રૂ.૨૩,૧૦,૦૦૦/-ના ખર્ચે રબ્બર બોન ફીટ કરવા, પરસાણાનગર શેરી નં.૧૦ વોકળાની દીવાલ બનાવવા રૂ.૨૩,૦૦,૦૦૦/-નો ખર્ચ થશે.રાજકોટ મહાનગરપાલિકાના મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર તથા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીનો ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ આભાર વ્યક્ત કરેલ છે.

આમ કુલ રૂ.૧,૪૪,૫૫,૦૦૦/-ના કામો મંજુર કરાવી ધારાસભ્ય શ્રી અરવિંદ રૈયાણીએ વોર્ડ નં.૦૩માં વિકાસ કામોની હારમાળા સર્જી છે. જેથી વોર્ડ નં.૦૩ના વોર્ડ પ્રમુખ, તમામ ભાજપ કાર્યકર્તાઓની ટીમ સહીત પ્રજાજનોમાં ઉત્સાહની લાગણી પ્રવર્તી છે. અને ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો આભાર વ્યક્ત કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.