આજે ઓટો ડ્રાઇવર, ટ્રેડર્સ તથા વકિલો સાથે કરશે મીટીંગ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા સતત વધી રહ્યા છે. દિલ્હી અને પંજાબ બાદ હવે ગુજરાતનો ગઢ ફતેહ કરવા આમ આદમી પાર્ટી એડી ચોંટીનું જોર લગાવી રહી છે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના ક્ધવીનર છાશવારે ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. તેઓ ગઇકાલ સાંજથી ફરી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આવતીકાલે તેઓ દ્વારા વધુ એક મહત્વપૂર્ણ ગેરેન્ટીની ધોષણા કરવામાં આવશે આજે ગુજરાત પ્રવાસના બીજા દિવસે તેઓ અલગ અલગ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે ગઇકાલે સાંજે તેઓ ‘આપ’ના ગુજરાતના મુખ્ય નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી.
આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલનું કાલે સાંજે અમદાવાદ એરપોર્ટ આગમન થયું હતું. તેઓ રાત્રે આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી.આજે પ્રવાસના બીજા દિવસે અરવિંદ કેજરીવાલજી સવારે 10 વાગ્યે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલ ઓટો ડ્રાઈવર માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારબાદ બપોરે 12 વાગ્યે અમદાવાદ ખાતે ટ્રેડર્સ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સાંજે 4 વાગ્યે અમદાવાદ ખાતે જ એડવોકેટ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે.
અરવિંદ કેજરીવાલજી તા. 13 સપ્ટેમ્બરે સવારે નેતાઓ અને કાર્યકરો જોડે ચર્ચા કરશે અને એ જ દરમિયાન નવા જોઈનીંગ પણ કરશે, બપોરે 12 વાગ્યે અમદાવાદ ખાતે ગુજરાતની જનતા માટે એક મહત્વપૂર્ણ ગેરંટીની ઘોષણા કરશે. અને ગેરંટી ઘોષણા બાદ અરવિંદ કેજરીવાલજી સાંજે 4 વાગ્યે સફાઈ કર્મચારીઓ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. ટાઉનહોલ કાર્યક્રમના સમાપન બાદ અરવિંદ કેજરીવાલજી સાંજે દિલ્હી જવા રવાના થશે.