- LCBએ ટ્રેક્ટર ટ્રોલીના હાઈડ્રોલીકના ભાગે સંતાડીને હેરાફેરી કરાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો
- વિદેશી દારૂની બોટલો નંગ 1,173 LCB પોલીસે ઝડપી પાડી
- પોલીસે કુલ રૂપિયા 5.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરોના નવા કિમીયાનો કર્યો પર્દાફાશ
- ટ્રેક્ટર ચાલક પ્રવિણ નરસિંહ ડામોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અરવલ્લી LCBએ ટ્રેક્ટર ટ્રોલીના હાઈડ્રોલીકના ભાગે સંતાડીને હેરાફેરી કરાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો હતો. તેમજ વિદેશી દારૂની બોટલો નંગ 1,173 LCB પોલીસે ઝડપી પાડી કુલ રૂપિયા 5.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરોના નવા કિમીયાનો પર્દાફાશ કર્યો હતો. આ દરમિયાન LCB પોલીસે ટ્રેક્ટર ચાલક પ્રવિણ નરસિંહ ડામોરની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અરવલ્લી LCBએ ટ્રેક્ટર ટ્રોલીના હાઈડ્રોલીકના ભાગે સંતાડીને હેરાફેરી કરાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો.
ટ્રેક્ટરોમાં પણ વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે. ત્યારે અરવલ્લીના મોડાસાના ટીંટોઇ પોલીસ મથક વિસ્તારમાં શામળાજી હિંમતનગર હાઈવે પર ગડાદર પાસે ટ્રેક્ટરની ટ્રોલીમાં હાઈડ્રોલીકના ભાગે છુપાવીને લઈ જવાતી વિદેશી દારૂની બોટલો નંગ 1173 LCB પોલીસે ઝડપી પાડી હતી.
આ ઉપરાંત LCB પોલીસે કુલ રૂપિયા 5.78 લાખનો મુદ્દામાલ જપ્ત વિદેશી દારૂની હેરાફેરીના બુટલેગરોના નવા કિમીયાનો પર્દાફાશ કર્યો છે. આ દરમિયાન મુદ્દામાલ જપ્ત કરી ટ્રેક્ટર ચાલક પ્રવિણ નરસિંહ ડામોર રહે ખેરવાડા રાજસ્થાનની ધરપકડ કરી હતી. તેમજ સમગ્ર મામલે LCB પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : ઋતુલ પ્રજાપતિ