મેગા ફાઇનલમાં કિંગ વનરાજ ઝાલા- ક્વિન કીટુ આહિરે જીત્યા લાખોના ઇનામો
અર્વાચીનનાં રંગ-રૂપમાં સંસ્કૃતિ-ભક્તિની પ્રાચીનતા જાળવી મર્યાદાસભર આયોજન કરતું સહિયર ક્લબ વર્ષ 2022માં સફળતાના શિખરે પહોરનું છે. નવે નવ નોરતાની રાત્રીની રંગત સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ ખેલૈયાઓ દ્રારા રમાઈ હતી. શ્રેષ્ઠ સ્પર્ધામાં દર વર્ષે સહિયરમાં રમવા ગામે ગામથી ખેલૈયાઓ આવે છે એટલે ટ્રેડીશનલ ડ્રેસીંગથી સહિયર રળીયામણું લાગે છે. નવમાં નોરતાની રંગત પૂર્વે યોજાયેલ મેગા ફાઇનલમાં મજબુત સ્પર્ધામાં 8 રાઉન્ડ
સીનીર્યસ-જુનિર્યસ પ્લેયર્સને રમાડવામાં આવ્યા હતા. દરેક દોરમાં ખેલૈયાઓમાં ઉત્સાહ પ્રેરતા ગાયકો ગરબા કિંગ રાહુલ મહેતા, સુરીલો સાજીદ ખ્યાર, લોકગાયક સાગરદાન ગઢવી તથા ઉર્વીબેન પુરોહિતે રંગ રાખ્યો હતો. પરફેક્ટ બીટ જેને કોઈ બીટ ના કરી શકે તેવા હિતેષ ઢાકેચાએ રીધમની જમાવટ કરી હતી. મ્યુઝીક એકશન પર રવિ ઢાકેચા લીડ પ્લેયર તથા બેન્જો પર સાગર માંડલીયા, ગીટારીસ્ટ રવિ ભટ્ટ, સેક્ધડ કી બોર્ડ વિજય બારોટએ સાથ આપ્યા હતા.
સમગ્ર સંગીત સંચાલન અને નિયોજન જીલ એન્ટરટેમેન્ટનાં ઓનર-સીનીયર પત્રકાર સીંગર એંકર તેજસ શિસાંગીયા દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યુ હતું. સ્પર્ધાત્મક યોગ્ય ફાઇનલને અંતે નિર્ણાયકો એડવોકેટ અભિષેક શુકલ, હેતલ શુકલ, જય ગણાત્રા, હની ગમારા, કુશલ બુંદેલા, રાજેશ ડાંગર, દિવ્યશ પટેલ, અભિજીત શુકલા, જય શુકલા, મયુર પટેલ વગેરેએ આખરી રીઝલ્ટ તૈયાર કર્યું હતુ.સહિયર રાસોત્સવ-2022નાં કિંગ તરીકે વનરાજસિંહ ઝાલા તથા કિવન કિટુ આહિર પ્રથમ વિજેતા થયા હતા.જેમને સહિયરના પ્રેસિડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા, વાઇસ પ્રેસિડેન્ટ ચંદુભા પરમાર, કૃષ્ણરાજસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા તથા ક્રિષ્નપાલસિંહ વાળાના હસ્તે બાઇક આપી સન્માનીત કર્યા હતા.