અરુણાચલ પ્રદેશમાં POCSO કોર્ટે ભૂતપૂર્વ હોસ્ટેલ વોર્ડન યુમકેન બાગરાને 21 બાળકો પર યૌન શોષણ કરવા બદલ મૃત્યુદંડની સજા ફટકારી છે. સહ-દોષિતો, ભૂતપૂર્વ મુખ્ય શિક્ષક સિંગટુંગ યોર્પેન અને હિન્દી શિક્ષક મારબોમ ન્ગોમદિર તાપીરને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ત્યાર બાદ હાલ તેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો અરુણાચલ પ્રદેશની એક પોક્સો કોર્ટે ગુરુવારે રાજ્યની એક સરકારી નિવાસી શાળાના ભૂતપૂર્વ હોસ્ટેલ વોર્ડનને 2019 અને 2022ની વચ્ચે 6 થી 15 વર્ષની વય જૂથમાં 13 છોકરીઓ અને આઠ છોકરાઓ એમ કુલ મળી 21 બાળકો પર જાતીય હુમલો કરવા બદલ તેને ફાંસીની સજા POCSO કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી છે.
આ કેસમાં ભૂતપૂર્વ વોર્ડન યુમકેન બાગરાના સહ-દોષિતો, ભૂતપૂર્વ મુખ્ય શિક્ષક સિંગતુંગ યોર્પેન અને હિન્દી શિક્ષક મારબોમ ન્ગોમદિર તાપીરને 20 વર્ષની જેલની સજા પહેલા j ફટકારવામાં આવી હતી. તેમજ તેની સાથે અન્ય બે આરોપીઓ ડેનિયલ પેર્ટિન અને તાજુંગ યોર્પેનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
ત્યારે આ કેસમાં વોર્ડન દ્વારા નિશાનો બનાવાયા બાદ બચી ગયેલા ચાર બાળકોએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. જેથી યોરપેન અને તાપીરને POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં નિષ્ફળ રહેવા બદલ દોષિત જહેર કરી સજા ફટકારવામાં આવી હતી. આ સાથે આ કેસના બે બહેનોએ નવેમ્બર 2022માં તેમના માતા-પિતાને વોર્ડન દ્વારા કરાયેલ કૃત્ય વિશે જણાવ્યું હતું. તેમજ ત્યાં સુધી બાળકો મૌન સાથે જાતીય શોષણનો ભોગ બન્યા હતા. ત્યારે બનાવ અંગે શી-યોમી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કર્યા બાદ તેના પગલે બાગરાની ધરપકડ કરવામાં આવી હતી.
ગયા વર્ષે જુલાઈમાં જ્યારે ડિસ્ટ્રિક્ટ કોર્ટે ભૂતપૂર્વ વોર્ડનની જામીન માટેની અરજી સ્વીકારી હતી, ત્યારે ગુવાહાટી હાઈકોર્ટે સુઓ મોટુ સંજ્ઞાન લીધું હતું અને આદેશને રદ કર્યો હતો. ત્યારથી તે કસ્ટડીમાં હતા. ગુરુવારના ચુકાદા બાદ અન્ય બે દોષિતો યોર્પેન અને તાપીરની ધરપકડ કરવામાં આવી હતી. બાગરાના જામીન રદ કરતી વખતે, હાઈકોર્ટે ચાર્જશીટમાં ગુનાની વિગતો ટાંકી હતી જેથી ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી તેને કસ્ટડીમાં રાખવાનું શા માટે જરૂરી હતું.
“ચાર્જશીટનું અવલોકન, જે પીડિતોના નિવેદનોનો સંક્ષિપ્ત સંદર્ભ આપે છે, તે દર્શાવે છે કે આરોપી વોર્ડન છાત્રાલયમાં રહેતા બાળકોને અશ્લીલ ફિલ્મો જોવા માટે દબાણ કરતો હતો અને વારંવાર તેમના પર જાતીય હુમલો કરતો હતો.”
આ સાથે કોર્ટે કહ્યું કે, “મોટાભાગના પીડિતોના મેડિકલ રિપોર્ટ એ હકીકતની પુષ્ટિ કરે છે કે તેમની સાથે યૌન શોષણ થયું હતું.” ત્યારે POCSO કોર્ટના નિર્ણયને પુષ્ટિ માટે ગુવાહાટી હાઈકોર્ટમાં મોકલવામાં આવશે.