એ.કે.શર્માની બદલીનો નિર્ણય નાગેશ્વર રાવનો હોવાનો સીબીઆઇનો સુપ્રિમમાં એકરાર: સર્વોચ્ચ અદાલતમાં માફીપત્ર રજુ કરાયું

સીબીઆઇના ઉચ્ચ અધિકારીઓના વિવાદના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા બાદ સમગ્ર પ્રકરમ સુપ્રિમ કોર્ટ સુધી પહોચ્યા બાદ સુપ્રિમ કોર્ટ પૂર્વ સયુકત નિદેર્શક અરૂણકુમાર શર્માની ટ્રાન્સફર કરવાની શરત માટે નાગેશ્વર રાવે સુપ્રિમ કોર્ટમાં માફી માગી સીબીઆઇના જોઇન્ટ ડાયરેકટર એ.કે.શર્માની બદલી એ પોતાની ભુલ ગણાવી છે.

નાગેશ્વર રાવને સુપ્રિમે આ અંગે માફી માગવા કહ્યું હતું. કે અદાલતના આદેશોનું ઉલ્લઘંન કરવાનો કોઇને અધિકાર નથી ૭ ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલી નોટિસની નાગેશ્વર રાવે અવગણા કરી હતી. ત્યાર બાદ પોતાની ભુલનો અહેસાસ થતા માફી માગી હતી. પોતાના માફી પત્રમાં તેઓએ કહ્યું કે, મે મારી ભુલ અંગે ગંભીરતા પૂર્વક ભુલ સ્વીકારી રહ્યો છુ. પરંતુ મે જાણી જોઇને અદાલતમાં આદેશનું ઉલ્લઘન કર્યુ ન હતું. આવું હું સ્વપ્નમાં પણ વિચારી ન શકું

અરૂણકુમાર શર્મા બિહારના બાલિકાગૃહ અંગે તપાસ કરી રહ્યા હતા તે સમયે ચીફ જસ્ટશ રંજન ગોગોઇએ અદાલતમાં છેલ્લા બે આદેશોના ઉલ્લઘન માટે ગંભીરતા લેતા કોર્ટની અનુમતિ વિના જ તા.૨૭ જાન્યુઆરીએ સીઆરપીએફમાં બદલી કરવા માટે નાગેશ્ર્વર રાવ સામે કોર્ટના નિયમોની અવગણા કરવા અંગે નોટિસ જાહેર કરવામાં આવી હતી.

શેલ્ટર હોમ કેસ અંગે વિશેષ અદાલતમાં ચાલી રહેલી કાર્યવાહી માટે સમાજ આગેવાન નિવેદીતા જાએ અરજી કરી હતી. ત્યારે રંજન ગોગોઇએ જસ્ટીશ દિપક ગુપ્તા, સંજીવન ખન્નાની ડિવિઝન બેન્ચમાં થયેલી સુનાવણીમાં ઠરેવ્યું હતું કે, કોર્ટના ઓર્ડરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું તેમાં કોઇ પણ અધિકારી અદાલતની પરવાનગી વિના કોઇની ટ્રાન્સફર કરાવી શકે નહી.

આ બાબતને અમે ખુબ જ ગંભીરતા પૂર્વક લઇ રહ્યા છીએ આમ કેહતા કોર્ટે નાગેશ્વર રાવની ઝાટકણી કાઢી હતી. નાગેશ્વર રાવ હાલ સીબીઆઇમાં એડિશનલ લીગલ એડવાઇઝર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ ડીઓપીના સ્થાન માટે યોગ્ય ઉમેદવારની શોધમાં છે કારણ કે ૨૦૧૮ ડિસેમ્બરમાં સીબીઆઇના ડીઓપી ઓ.પી.વર્માની નિવૃત થયા હતા. માટે સીબીઆઇના ઇર્ન્ટમ ચીફ તરીકે ૨૩ ઓકટોમ્બર ૨૦૧૮થી ફરજ બજાવી રહ્યા છે.

જ્યારે સીબીઆઇ અને કેન્દ્ર સરકારનો વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે આલોક વર્મા અને રાકેશ અસ્થાના બંને રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારે આલોક વર્માની સરકારે ઝાટકણી કર્યા બાદ તા.૧૦ જાન્યુઆરીના રોજ નાગેશ્વર રાવે એજન્સીનો ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે સીબીઆઇના નવા ડાયરેકટર તરીકે તાજેતરમાં જ રિષીકુમાર શુકલાની નિમણુંક કરવામાં આવી હતી. સીબીઆઇએ સુપ્રિમ કોર્ટને કહ્યું કે, અરૂણકુમાર શર્માની બદલીના નિર્ણય નાગેશ્વર રાવ દ્વારા લેવામાં આવ્યા છે. અને નિમણુંક કમિટીએ કોર્ટના ઓર્ડરોની અવગણા કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.