સીઆરપીએફના એડીશનલ ડીજી અરૂણકુમાર શર્માનું અબતક પરિવાર દ્વારા પુષ્પવર્ષાથી ઉષ્માભેર સ્વાગત કરાયું: અબતક મીડિયા હાઉસનાં વિવિધ ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈ તેઓએ અબતક સાથે એક કલાકથી વધુ સમય વિતાવ્યો
સીબીઆઈનાં પૂર્વ જોઈન્ટ ડાયરેકટર અને સીઆઈપીએફનાં એડિશનલ ડીજી અરૂણકુમાર શર્મા આજે અબતકનાં આંગણે અતિથી બનીને પધાર્યા હતા. તેઓ અબતકનાં મોભી સતિષકુમાર મહેતા સાથે પારીવારીક ધરોબો ધરાવતા હોવાથી પોતાનો કિંમત સમય મિડીયા હાઉસમાં વિતાવ્યો હતો.
તેઓનું અબતક પરીવાર દ્વારા પુષ્પવર્ષાથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત તેઓએ મિડીયા હાઉસનાં વિવિધ ડિપાર્ટમેન્ટની મુલાકાત પણ લીધી હતી.
આઈપીએસ અરૂણકુમાર શર્માએ પોતાની કારકિર્દીની શરૂઆત રાજકોટથી કરી હતી તેઓનું રાજકોટમાં ત્રણ વખત ડીસીપી તરીકે પોસ્ટીંગ થયું હતું. આ દરમિયાન તેઓની કામગીરી ખુબ પ્રશંસનીય રહી હતી. ઉપરાંત તેઓએ જામનગર જિલ્લા પોલીસ વડા અને ગાંધીનગર રેન્જ આઈજી તરીકે પણ પોતાની જવાબદારીઓ બખુબી નિભાવી હતી.
આ દરમિયાન તેઓની કામગીરીની રાજયકક્ષાએ પણ નોંધ લેવાઈ હતી. બાદમાં તેઓએ સીબીઆઈનાં જોઈન્ટ ડાયરેકટર તરીકે ફરજ બજાવી હતી અને હાલ તેઓ સીઆરપીએફનાં એડિશનલ ડી.જી. તરીકે કાર્યરત છે. અરૂણકુમાર શર્મા રાજકોટને પોતાની કર્મભૂમિ માને છે. ઉપરાંત તેઓ ‘અબતક’નાં મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા સાથે પારીવારીક સંબંધો ધરાવે છે. જેથી તેઓએ પોતાના અતિવ્યસ્ત શેડયુલમાંથી કિંમતી સમય કાઢીને અબતક સુરભી રાસોત્સવમાં ગઈકાલે પરીવાર સાથે ખાસ હાજરી આપી હતી બાદમાં આજે સવારે તેઓ પરિવાર સાથે અબતક મિડીયા હાઉસનાં આંગણે પધાર્યા હતા.
અહીં અબતક પરીવારે તેઓ ઉપર પુષ્પવર્ષા કરીને મીઠો આવકાર આપ્યો હતો. બાદમાં તેઓએ અબતકનાં મોભી સતિષકુમાર મહેતા સાથે સમય વિતાવ્યો હતો ત્યારબાદ તેઓએ અબતક મિડીયા હાઉસનાં કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ, ઓડિટોરીયલ ડિપાર્ટમેન્ટ, ચેનલ ડિપાર્ટમેન્ટ, સોશિયલ મિડીયા ડિપાર્ટમેન્ટ, મશીનરૂમની મુલાકાત લઈને જરૂરી વિગતો પણ જાણી હતી. તેઓની આ ખાસ મુલાકાત અબતક પરીવાર માટે તેમજ તેમનાં માટે પણ એક વિશેષ સંભારણુ બની ગઈ છે.