કિડની સમસ્યાથી પરેશાન કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી એમ્સ હોસ્પિટલમાં દાખલ થયા છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આજરોજ તેમનું ઓપરેશ કરવામાં આવશે.નાણાં પ્રધાન અરુણ જેટલીએ ગુરૂવારે જ ટ્વિટ કરી કિડનીની સમસ્યાથી પીડિત હોવાની જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો અગાઉ અરૂણ જેટલીના હાર્ટનું પણ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
અરૂણ જેટલી કિડનીની બીમારીથી પીડાતા હતા અને સોમવારથી તેઓ ઓફિસમાં પણ આવતા હતા નહીં. તેઓ ફરી રાજ્યસભા માટે ચૂંટાતા હમણાં જ શપથ લીધા હતા.જેટલીએ ટ્વીટ કર્યું હતું કે, મારી કિડની સંબંધિત બીમારીનો ઈલાજ ચાલું છે.
“હાલ તબિયતને લઈને ઘરેથી જ કામ કરૂ છું. આગળનો ઈલાજ ડોકટરો પર નિર્ભર છે”. જેટલીનું ઓપરેશન એપોલો હોસ્પિટલના કિડની રોગના નિષ્ણાંત ડોકટર સંદીપ ગુલેરિયા કરશે. ડોકટર સંદીપ એમ્સના નિયામક અને જેટલીના મિત્રના ભાઈ પણ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com