કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીનું ગઈકાલે સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ યું છે. નવીદિલ્હીની એઈમ્સના નિષ્ણાંત તબીબોએ જેટલીની કિડનીનું સફળ ઓપરેશન કર્યું છે. હાલ અરૂણ જેટલી અને કિડની આપનાર ડોનરની તબીયત સ્થિર હોવાનું તબીબોએ કહ્યું છે. અરૂણ જેટલીને શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સોમવારે સવારે ૮:૩૦ કલાકે કિડની ટ્રાન્સપ્લાન્ટ શરૂ થયું હતું. ૪ કલાકના ઓપરેશન બાદ સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સૂત્રોના મત મુજબ એઈમ્સના પૂર્વ પ્રોફેસર સંદીપ ગુલેરીયાની આગેવાનીમાં ટ્રાન્સપ્લાન્ટ ટીમ ડો.વિ.કે.બંસલ અને તેમની સર્જરી ટીમ તથા નેફોરોલોજીસ્ટ ડો.સંદીપ મહાજન ઓપરેશન સમયે હાજર હતા. ૬૫ વર્ષના જેટલીની કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ યા બાદ હાલ તબીયત સ્થિર હોવાનું જાણવા મળે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com