આરોગ્ય ક્ષેત્રે મોટી સ્કીમો ગરીબો માટે આશિર્વાદ સમાન બનશે: ખેડૂતો અને વિર્દ્યાીઓ પર પુરતુ ધ્યાન દેવાયું
મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ એક સયુંકત યાદીમાં જણાવે છે કે, આજરોજ ભારત સરકારના માન.નાણામંત્રી અરૂણ જેટલીએ રજુ કરેલ સને.૨૦૧૮-૨૦૧૯નું બજેટ દેશવાસીઓ માટે સુખાકારીનું રહેશે. આજ રીતે રેલ્વેના વિકાસ માટે પણ પૂરતું બજેટ ફાળવવામાં આવેલ છે. ખાસ કરીને ગરીબ વર્ગના દર્દીઓ માટે આરોગ્ય લક્ષી સેવા આદિજાતિના લોકોને વધુમાં વધુ રોજગારી મળે, અનુસુચિત જાતિના લોકોના વિકાસ અને શિક્ષણ માટે પુરતો પ્રયાસ કરેલ. તેમજ યુવાનોને નોકરી મળે તેને ધ્યાન રાખવામાં આવેલ છે.