નાણા મંત્રી અરૂણ જેટલીએ રાફેલના મુદ્દે કોંગ્રેસના આરોપોને ફગાવી દીધાં છે. કોંગ્રેસે રાફેલની કિંમતને લઈને જે તથ્યો સામે રાખ્યાં છે, તે તમામ ખોટાં છે. તેઓએ કહ્યું કે રાહુલ ગાંધીએ 2007 રાફેલ પ્રસ્તાવના સંબંધે પોતે અલગ અલગ ભાષણોમાં 7 અલગ અલગ કિંમતોનો ઉલ્લેખ કર્યો છે.

રાફેલ ડીલને લઈને લગાવવામાં આવેલાં આરોપોને કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ કિંડરગાર્ટન કે પ્રાઇમરી સ્કૂલના બાળક જેવી ચર્ચા ગણાવી છે.અરૂણ જેટલીએ કહ્યું કે, મેં 500 કંઈક આપી રહ્યો હતો, તમે 1600 કંઈક આપ્યાં. આવો તર્ક આપવામાં આવી રહ્યો છે જે દેખાડે છે કે રાહુલ ગાંધીમાં કેટલી ઓછી સમજ છે.અરૂણ જેટલીએ કહ્યું કે, “2015થી 2016 સુધી રાફેલની કિંમતને લઈને વાતચીત કરવામાં આવી અને કરન્સી વેરિએશનની સાથે અંતતઃ 2016માં તેને એક્ઝીક્યુટ કરાઈ. આ રીતે એરક્રાફ્ટની કિંમત 9 ટકા સસ્તી થઈ ગઈ.શું કોંગ્રેસ આ વાતથી અવગત છે?

અરૂણ જેટલીએ રાફેલ મુદ્દે અરૂણ શૌરી, યશવંત સિન્હાની નિંદાઓને લઈને કહ્યું કે, NDAમાં વિશેષ રૂપથી ભાજપમાં અમારી મુશ્કેલી રહી છે કે અમારી પાસે કરિયર રાષ્ટ્રવાદીઓના ફેર શેર રહ્યાં. તેઓ અમારી સાથે ત્યાં સુધી રાષ્ટ્રવાદી છે જ્યાં સુધી કે તેમના પોતાના કરિયર મુજબ થાય. હું તેમની પાસેથી વધુ વિશ્વસનિયતાની આશા નથી રાખતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.