આજે કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલીએ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાંધ્યું. જેટલીએ કહ્યું કે મને ત્યારે બહુ શરમ આવી જ્યારે અમેરિકામાં બેસીને કહ્યું કે પરિવારવાદ આ દેશના સ્વભાવમાં છે. આપને જણાવી દઇએ કે રાહુલ ગાંધીએ પોતાના બર્કલે યુનિવર્સિટીમાં એક પ્રશ્નના જવાબમાં આમ કહ્યું હતું.
ડોકલામા વિવાદ પર જેટલીએ કહ્યું કે અમે કયારેય એને રાજકીય મુદ્દો બનાવ્યો નથી, પીએમ મોદીએ આ મુદ્દા પર કોઇ કમેન્ટ કર્યા વગાર ઉકેલવાની કોશિષ કરી. નાણાં મંત્રી બોલ્યા કેન્દ્ર સરકારે દેખાડી દીધું કે દેશમાં તાકત છે. પહેલી વખત ભારતના સુરક્ષા બળે આતંકીઓ પર દબાણ બનાવ્યું છે.
રોહિંગ્યા મુદ્દા પર અરૂણ જેટલીએ કહ્યું કે આ મ્યાનમાર અને બાંગ્લાદેશનો મુદ્દો છે પરંતુ અમે આ લોકોને અહીં નહીં આવવા દઇએ. પરંતુ કૉંગ્રેસ સતત તેમનો બચાવ કરી રહી છે. દરેક દેશને પોતાની સુરક્ષાની નીતિ પ્રમાણે નિર્ણય કરવાનો અધિકાર છે.
બુલેટ ટ્રેન પર જેટલીએ કહ્યું કે દેશમાં કેટલાંક લોકો જ છે તે આનો વિરોધ કરી રહ્યા છે, પહેલાં પણ લોકો ટીવી, મોબાઇલનો વિરોધ કરતા હતા. જેટલીએ કહ્યું કે વિકાસનો વિરોધ કરવો હાસ્યાસ્પદ છે.