મૃતકોને શ્રધ્ધાંજલી આપવા તેમજ નિરાધાર બાળકોના લાર્ભો સંતવાણી યોજાઈ.
લલિતાબેન ઘોડાદ્રા, હેમંત ચૌહાણ અને ભરતદાન ગઢવીએ બોલાવી ભજન-કિર્તનની રમઝટ
ઘોળા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અનિડા ગામના ૪૦ જેટલા લોકોના કરૂણ મોત થયા હતા. આ મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા તેમજ તેમના નિરાધાર બાળકોના લાર્ભો જાણીતા ગાયિકા લલિતાબેન ઘોડાદ્રા દ્વારા અનિડા ગામે સ્વરાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હેમંત ચૌહાણ, ભરતદાન ગઢવી અને લલિતાબેન ઘોડાદ્રા કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી.
‘અબતક’ સોની વાતચીત દરમિયાન લલિતા ઘોડાદ્રાએ જણાવ્યું કે, ખાસ કરીને અનીડાનાં પરિવારજનો અવગતે મૃત્યુ પામ્યા છે. તેમના બાળકોનો કોઈ આધાર ની. તેમના લાર્ભો અને મૃતકોને સ્વરાંજલી આપવા શ્રધ્ધાંજલી સંતવાણીનું આયોજન કરેલ છે. તેમની પાછળ બે વાણી સારી બોલાય તો તે આત્માને સદ્ગતી પ્રાપ્ત થાય તેવી અમારી ભાવના છે અને જે લોકો ઈજાગ્રસ્ત છે. તેમના માટે કાર્યક્રમમાં જે ફંડ આવશે તેમાંથી આયોજન સમિતિ બનાવશું અને આયોજન કરીશું જીવન નિર્વાહ માટે લોકોને દર મહિને તેમાંી વ્યાજ મળે છે તે રીતે ફિકસ ડીપોઝીટ મુકશુ.
ભરતદાન ગઢવીએ જણાવ્યું કે હું આ વિસ્તારનો છું અને બધા પરિવાર સો જોડાયેલ છું. આ કાર્યક્રમ શ્રધ્ધાંજલી આપવા માટે કરવામાં આવ્યો છે. અનિડામાં જે આકસ્મિક ઘટના બની તેનાી બધા લોકો દુ:ખી છીએ. જે લોકો સદ્ગતિ પામ્યા છે તેના માટે અમે શ્રધ્ધાંજલીના કાર્યક્રમનું આયોજન કરેલ છે. જે લોકો પિડિત છે જરૂરિયાતવાળા છે તેમના માટે એકત્રિત ફંડ થાય તેની સમિતિ ઘડી બધાના જીવન નિર્વાહ માટે સમિતિ કાર્ય કરશે.
અનિડાના ટાટમ ગુરુકુળના સાધુ-સંતોએ જણાવ્યું કે જે લોકો સ્વર્ગવાસી યા છે તેમની શ્રધ્ધાંજલીટરૂપે લલીતાબેન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે ખૂબજ સરાહનિય છે. જે લોકો ગરીબ હોય ર્આકિ રીતે પછાત હોય એવા લોકોની પ્રત્યે દયાવાન બનવું એ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે તે આજ્ઞાને લઈને અમે અહિંયા કાર્યક્રમમાં આવ્યા છીએ અને અમારા ગુરુકુળ તરફી અમારા ગુરુજી પુજય પુરાણી સ્વામી, સૂર્યપ્રકાશ સ્વામી જે લોકો મૃત થયા છે એના પ્રત્યે અમો સંવેદનશીલ છીએ અને જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના સંતાનોને અમારા ગુરુકુળ તરફી ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે અને જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને પણ ગુરુની આજ્ઞાથી તેમની કાંઈપણ જરૂરિયાત હશે તે અમે પૂરી પાડીશું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,