• નવરાત્રી પૂર્વે જ બજારોમા માટીના પરંપરાગત ગરબાઓની અવનવી ડીઝાઈનનું  આવશે પૂર
  • માંનો ગરબો ઝાકમઝોળ

રમતો ભમતો  જાય આજે માં નો ગરબો ધુમતો જાય, નવરાત્રીમાં મા અંબાની આરાધનાના મહત્વનું સ્થાન ધરાવતા ગરબાની કારીગરો ગરબાને અંતિમ ઓપ આપવા મશગુલ બન્યા છે.

માટલા ઉદ્યોગકાર માટેના કલાકારો ગરબા બનાવવા માટે  મહીનાઓ સુધી મહેનત કરે છે. આવતી મહિનાની ત્રીજી તારીખે પ્રથમ નોરતાના આરંભ પૂર્વ બજારમાં ગરબાઓનાં ઘોડાપુર આવશે. ગરબાના કલાકારો ગરબાની  તૈયારીમાં રાત દી મશગુલ બન્યા છે.

સમય સાથે ગરબાઓમાં પણ રંગબેરંગી ફેન્સી ગરબાનો ટ્રેન્ડ આવ્યો છે. રૂ.50 થી  લઈને  500-700 સુધીના ગરબા તૈયાર થઈ રહ્યા છે.આધુનીક ડીઝીટલ લાઈટ ડેકોરેશનના યુગમાં પણ હજુ ગરબાનું સ્થાન ગરબીમાં અકબંધ જ રહેવા પામ્યું છે. અને સમય ની સાથે સાથે ગરબીઓની વધતી જતી સંખ્યા અને હજારો દીકરીઓને  માથે રાખી માતાજીના રાસ માટે ગરબાની માંગ પણ હવે હજારોમાંથી લાખોમાં પહોચી છે.પાણીના ગ્લાસથી લઈ બેડા સુધી પ્લાસ્ટીક પહોચી ગયું છે. પણ ગરબા હજુ પણ કુંભારના હાથે માટીમાંથી જ બનાવવામા આવે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.