મહોરમના પવિત્ર દિવસે ઇમામ હુસેન સહિત ૭ર વ્યકિતઓની શહાદતની યાદમાં મુસ્લીમ બીરાદરો દ્વારા તાજીયા પડમાં લાવી સરઘસ આકારે ફેરવવામાં આવે છે. જયારે બીજા દિવસે આંસુરાહની નમાજ અદાકર્યા પછી ટાઢા કરવામાં આવે છે.
જયારે આ વર્ષે કોરોનાની મહામારીને ઘ્યાને લઇ શહેરના જંગલેશ્વર અને સદર વિસ્તારમાં આકર્ષક સામગ્રીઓથી સજાવવામાં આવેલા તાજીયા આજે પડમાં લઇ અને ત્યાંજ ગાદી રાખવામાં આવશે. જયારે આવતીકાલે આંસુરાહની નમાજ અદા કર્યા બાદ ટાઢા થશે.